તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ચંદ્ર પર ચાલી શકે તેવા રોબોટ પ્રોજેક્ટમાં વિદ્યાર્થિનીની સિધ્ધિ

ચંદ્ર પર ચાલી શકે તેવા રોબોટ પ્રોજેક્ટમાં વિદ્યાર્થિનીની સિધ્ધિ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘કલકરે સો આજ કર, આજ કરે સો અબ,પલ મે પ્રલય હોયેગી તો તુ કરેગા કબ’માં માનતી જાનકી શરદકુમાર ભીમાણી નામની યુવતીએ નાસામાં ચંદ્ર પર ચાલતા રોબોટનો પ્રોજેક્ટ લુનાર રોવર પર વર્લ્ડ ફેમસ વૈજ્ઞાનિકો સાથે કામ કરી રાજકોટનું નામ વિશ્વસ્તરે રોશન કર્યું છે.

રાજકોટમાં ધો.10માં સારા ટકા સાથે ઉત્તીર્ણ થયેલી જાનકીએ આઇઆઇટીની તૈયારી માટે હૈદરાબાદની FIITJEEમાં એડમિશન લીધું હતું અને 3000 વિદ્યાર્થીઓ સાથે ભણતી જાનકીએ દરેક પરીક્ષામાં ટોપ ટવેન્ટીમાં સ્થાન મેળવ્યું હતું, પરંતુ દુર્ભાગ્યે જાનકીને આઇઆઇટીમાં એડમિશન મળ્યું હતું. આઇઆઇટીમાં એડમિશન મેળવવાનું સપનું સાકાર થતા હિંમત હાર્યા વગર જાનકીએ આંધ્રપ્રદેશની ડીમ્ડ યુનિવર્સિટી GITAM માં એડમિશન લીધું હતું અને તેમાં એક આઇઆઇટી જેવું કલ્ચર બનાવવા તનતોડ મહેનત કરી સ્ટુડન્ટ કલ્ચરલ ક્લબ શરૂ કરી હતી. જેમાં વિદ્યાર્થીઓને પુસ્તક બહારના પ્રેક્ટિકલનું જ્ઞાન મળી શકે. પ્રોજેક્ટના કારણે જાનકીને ભારે લોકપ્રિયતા મળી. જાનકી ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં હતી ત્યારે ટેક ફેસ્ટ કોમ્પિટીશનમાં આઇઆઇટી, એનઆઇટી અને આઇઆઇએસટીના વિદ્યાર્થીઓને પાછળ રાખી પ્રાઇઝ વિજેતા બની હતી અને ત્યારબાદ જાનકીની પસંદગી નાસાના રોબોટિક પ્રોજેક્ટ માટે કરાઈ હતી. તેમણે કેનેડી સ્પેશ સેન્ટર ફલોરિડા ખાતે લુનાર રોવર પ્રોજેક્ટ પર કામ કરવાની તક મળી હતી. જ્યાં તેમને વર્લ્ડ ફેમસ અવકાશયાત્રીઓ અને વૈજ્ઞાનિકો સાથે કામ કરવાની તક મળી હતી. જાનકીને કિફાયતી અને ઇનોવેટિવ ડિઝાઇનનો રોબોટ બનાવવા માટે સન્માનિત કરવામાં આવી હતી.

Phd માટે USAમાં 100 ટકા સ્કોલરશિપ મળી

ભારતમાંગ્રેજ્યુએશન કર્યા બાદ જાનકી ભીમાણીએ યુએસએના બોસ્ટનમાં આવેલી નોર્થઇસ્ટર્ન યુનિવર્સિટીમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસક્રમ કર્યો હતો અને તે દરમિયાન એમઆઇટી રિસર્ચ લેબ સાથે પ્રોજેક્ટ કર્યો હતો. તેની સફળતા જોઇ કોલેજ દ્વારા તેને પીએચ.ડી માટે 100 ટકા સ્કોલરશિપ આપી છે.

માત્ર25 વર્ષની ઉંમરે 2 સંશોધનપત્રો પ્રસિધ્ધ

યુએસએનીલેબની સૌથી નાની ઉંમરની સાયન્ટિસ્ટ જાનકી ભીમાણીએ માત્ર 25 વર્ષની વયે બે કોન્ફરન્સમાં રિસર્ચ પેપર રજૂ કર્યા છે અને બે પેટન્ટ પણ રજિસ્ટર્ડ કરાવી છે.

રાજકોટની યુવતીએ નાસામાં પ્રસિધ્ધ વૈજ્ઞાનિકો સાથે કામ કર્યું

માત્ર પાંચ વર્ષની ઉંમરે અભ્યાસ માટે માતા-પિતાથી વિમુખ થયેલી જાનકીએ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી પરિવારનું ગૌરવ વધાર્યું

અન્ય સમાચારો પણ છે...