તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | ગીતાવિદ્યાલય ટ્રસ્ટ દ્વારા બાળકોના શૈક્ષણિક ભવિષ્ય માટે વાલીઓને

રાજકોટ | ગીતાવિદ્યાલય ટ્રસ્ટ દ્વારા બાળકોના શૈક્ષણિક ભવિષ્ય માટે વાલીઓને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ગીતાવિદ્યાલય ટ્રસ્ટ દ્વારા બાળકોના શૈક્ષણિક ભવિષ્ય માટે વાલીઓને મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ હેતુ સમયાંતરે માર્ગદર્શન આપતા કાર્યક્રમનું આયોજન કરાય છે. તે પૈકી બાળકને ગુજરાતી માધ્યમમાં ભણાવવું કે અંગ્રેજી માધ્યમમાં ભણાવવું તેના વિશે માહિતી આપવા પરિસંવાદનું આયોજન કરાય છે. વિદ્યાર્થીઓ અને વાલીઓને મુંજવતા પ્રશ્નોનું નિરાકરણ કરાય છે. વીડિયો સિડી, પુસ્તિકાઓ, પત્રિકાઓનું વિતરણ કરાય છે. વેલજીભાઇ દેસાઇ, ડો.હર્ષદભાઇ પંડિત, ડો.કૃષ્ણકુમાર મહેતા, ગોપાલભાઇ દેસાઇ અને અન્ય તજજ્ઞો સેવા આપી રહ્યા છે. શાળા, કોલેજમાં પરિસંવાદ યોજવા ઇચ્છુકોએ ગીતા વિદ્યાલય, જંક્શન પ્લોટ, પોલીસ ચોકીની પાસે દર રવિવારે સવારે 10 થી 12 દરમિયાન ટ્રસ્ટના સંચાલક ડો.કૃષ્ણકુમાર મહેતાનો સંપર્ક સાધવાનો રહેશે.

બાળકને શિક્ષણ ક્યાં માધ્યમમાં ભણાવવું તેની વાલીઓને માહિતી

અન્ય સમાચારો પણ છે...