તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટમાં પશુ, પક્ષી માટે ફ્રી સારવાર, સોનોગ્રાફી, લેબોરેટરી

રાજકોટમાં પશુ, પક્ષી માટે ફ્રી સારવાર, સોનોગ્રાફી, લેબોરેટરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાં140 વર્ષ જૂના પ્રસિધ્ધ પંચનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા એનિમલ એન્ડ બર્ડ ડિસ્પેન્સરી શરૂ કરવામાં આવી છે. પશુ, પક્ષીઓની સારવાર ઉપરાંત સોનોગ્રાફી અને લેબોરેટરી અને એક્સરેની સુવિધા ધરાવતી સૌરાષ્ટ્રની એક માત્ર ડિસ્પેન્સરી છે. ડિસ્પેન્સરીમાં એક પૈસાનો ચાર્જ લીધા વિના સારવાર, સોનોગ્રાફી અને લેબોરેટરી ટેસ્ટ કરી આપવામાં આવે છે.

ટ્રસ્ટના પ્રમુખ દેવાંગભાઇ માંકડે માહિતી આપતા જણાવ્યું હતું કે, ટ્રસ્ટ દ્વારા 9 જાન્યુઆરી, 2015થી એનિમલ એન્ડ બર્ડ ડિસ્પેન્શરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 3 વેટરનરી ડોક્ટર સહિતનો સ્ટાફ કાળજીપૂૂર્વક નિદાન, સારવાર કરે છે. પ્રથમ વર્ષે 27 હજાર પશુ,પક્ષીની સારવાર, ઓપરેશન કરવામાં આવ્યા હતા. અત્યારે રોજ 50 થી 70 ઓપીડી કેસ આવતા હોવાથી વર્ષે સારવારનો આંકડો 1.50 લાખથી વધુ થશે.

સર્પની પણ સારવાર થાય છે

ડિસ્પેન્સરીમાંલોકો ચકલા, પોપટ, ખિસકોલી, સમડી, ઉંદર, કાચબા, દેશી અને પાલતુ શ્વાન, વાંદરા, ગાય, ઘોડા સહિતના મોટા ઢોરની સારવાર કરાવવા આવે છે. ક્યારેક ક્યારેક કોઇ જીવદયા પ્રેમી ઇજાગ્રસ્ત સર્પની સારવાર કરાવવા પણ આવે છે.

ઓપરેશનનીસુવિધા

અહીંખિસકોલી, ચકલા, વાંદરા, શ્વાનના ફ્રેક્ચરની સારવાર તેમજ જટિલ ઓપરેશન કરવામાં આવે છે. રાજકોટ ઝૂના સિંહ, સિંહણ, હરણ જેવા પ્રાણીઓના એક્સરે, સોનોગ્રાફી અહીં કરાવાય છે. ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પાલતુ શ્વાનને પણ સારવાર માટે ડિસ્પેન્સરીમાં લવાય છે.

પશુ, પક્ષીની સારવાર કરતી ત્રીજા નંબરની ડિસ્પેન્સરી

સૌરાષ્ટ્રની ડિસ્પેન્સરીમાં થાય છે અત્યાધુનિક સારવાર

અન્ય સમાચારો પણ છે...