તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટમાં 3501 વિદ્યાર્થીએ જી સ્લેટની પરીક્ષા આપી

રાજકોટમાં 3501 વિદ્યાર્થીએ જી-સ્લેટની પરીક્ષા આપી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાંરવિવારે જી-સ્લેટની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 3501 વિદ્યાર્થી હાજર રહ્યા હતા. જ્યારે ફોર્મ ભર્યા બાદ 253 ગેરહાજર હતા. રાજકોટ સહિત ગુજરાતમાં 6 કેન્દ્રો પર 19700 થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સવારે 9 થી બપોરે 4.30 સુધીમાં ત્રણ પેપર લેવાયા હતા.

કોઇપણ ફેકલ્ટીના પ્રોફેસર થવા માટે અતિ મહત્ત્વની ગણાતી જી-સ્લેટની પરીક્ષા આત્મીય સંકુલ ખાતે લેવામાં આવી હતી. કોમનનું એક અને સબ્જેક્ટના બે મળી ત્રણ પેપર લેવામાં આવ્યા હતા. કુલપતિ ડો.ચૌહાણ અને કો-ઓર્ડિનેટર નિકેશ શાહ સહિતના શિક્ષણવિદોએ પરીક્ષા કેન્દ્રો પર ચેકિંગ કર્યું હતું. આગામી વર્ષથી બે વખત પરીક્ષા લેવાય તેવી પણ સંભાવના છે.

ગુજરાતમાં 6 કેન્દ્રો પર પરીક્ષા લેવાઇ

ફોર્મ ભર્યા બાદ 253 વિદ્યાર્થી ગેરહાજર

અન્ય સમાચારો પણ છે...