• Gujarati News
  • National
  • ઓરેવા ગ્રૂપ દ્વારા LED લેમ્પ ઉત્પાદન

ઓરેવા ગ્રૂપ દ્વારા LED લેમ્પ ઉત્પાદન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : ક્વાર્ટઝવોલ ક્લોક અને સીએલએમ લેમ્પના ઉત્પાદન ક્ષેત્રે દેશભરમાં ડંકો વગાડનાર ઓરેવા ગ્રૂપ દ્વારા વીજળીની મહા બચત કરે તેવા અતિઆધુનિક એલઇડી ટેકનોલોજીના લેમ્પ, ટ્યુબલાઇટ અને સ્ટ્રીટ લાઇટની વિશાળ રેન્જ કિફાયતી ભારે બજારમાં મુકવામાં આવી છે. એલઇડી લેમ્પનું આયુષ્ય ફિલામેન્ટ લેમ્પની 30 ગણુ અને સીએલએફ લેમ્પ કરતા 5 ગણું વધુ હોય છે, તેવી માહિતી આપતાં કંપનીના એમડી જયસુખભાઇ પટેલે જણાવ્યુ઼ હતું કે અન્ય લેમ્પની સરખામણીએ એલઇડી લેમ્પ વીજળીમાં 90 ટકાની બચત કરે છે. ઓરેવા દ્વારા પાર્કિંગ, લેટ અને બાલકની માટે ખાસ એલઇડી સેન્સર લેમ્પ પણ બજારમાં મુકવામાં આવ્યા છે. જે માણસની અવર-જવર ઉપર ઓટોમેટીક ચાલુ બંધ થશે. એલઇડી લેમ્પ પર્યાવરણ માટે આશિર્વાદરૂપ છે.

અન્ય સમાચારો પણ છે...