તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે ત્રિ દિવસીય કેમ્પનું આયોજન

વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે ત્રિ-દિવસીય કેમ્પનું આયોજન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
28-30 સપ્ટેમ્બરે સવારે 10 થી 6 વાગ્યા સુધી દર્દીઓનું ચેકઅપ કરાશે

‘દિવ્ય ભાસ્કર’ અને ‘સ્ટર્લિંગ’ના ઉપક્રમે નિ:શુલ્ક હૃદય નિદાન કેમ્પ

લોકઉપયોગી કાર્યમાં હંમેશાં અગ્રેસર રહેતા આપણી મરજીના અખબાર ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા વધુ એક અનેરા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વર્લ્ડ હાર્ટે ડે િનમિત્તે દિવ્ય ભાસ્કર અને સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે હૃદય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

29 સપ્ટેમ્બરને વિશ્વભરમાં વર્લ્ડ હાર્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે. હૃદયની યોગ્ય સારસંભાળ માટેની જાગૃતિના કાર્યક્રમો યોજાતા હોય છે. રાજકોટવાસીના હિત માટે હંમેશાં તત્પર રહેતા દિવ્ય ભાસ્કર દ્વારા શહેરીજનોના આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે પણ અનેરું પગલું ભર્યું છે.

વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે રાજકોટમાં 150 ફૂટ રિંગરોડ પર આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલ સાથે મળી વિનામૂલ્યે હૃદયની પ્રાથમિક તપાસ માટેના ખાસ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. 28 થી 30 સપ્ટેમ્બરના સવારના 10 થી 6 દરમિયાન સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે યોજાનારા કેમ્પમાં બોડીમાસ ઇન્ડેક્સ, બ્લડ પ્રેશર, બ્લડ સૂગર (રેન્ડમ), ડોક્ટરનું કન્સલ્ટેશન કરી આપવામાં આવશે તેમજ ડોક્ટરની સલાહ મુજબ ઇસીજી પણ નિ:શુલ્ક કરી આપવામાં આવશે.

સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવામાં હંમેશાં આગળ રહેતા દિવ્ય ભાસ્કર દ્વારા શહેરીજનો માટે કરવામાં આવેલા અનોખા કેમ્પમાં ભાગ લેવા સ્ટર્લિંગ હોસ્પિટલના સત્તાધીશોએ લોકોને અપીલ કરી હતી.

દર્દીઓએ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત

દિવ્યભાસ્કર અને સ્ટર્લિંગ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આયોજિત વિનામૂલ્યે હૃદય તપાસ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લેશે તેવા નિર્દેશો મળી રહ્યા છે. સ્ટર્લિંગ હોસ્પિટલના સંચાલકોએ જણાવ્યું હતું કે, 150 ફૂટ રિંગરોડ પર આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે ત્રણેય દિવસ કેમ્પ યોજાશે. કેમ્પમાં ભાગ લેવા ઇચ્છુક લોકોએ અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે, ભાગ લેવા ઇચ્છુકે હોસ્પિટલના ફોન નંબર: 0281-3985858ઉપરફોન કરી પોતાનું નામ નોંધાવવાનું રહેશે. અગાઉથી રજિસ્ટ્રેશન નહીં કરાવનારને કેમ્પનો લાભ નહીં મળે.

અન્ય સમાચારો પણ છે...