તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • { રાજકોટ| બેડીનાકાઅંદર, નાના દરબારગઢ પાસે, હાટકેશ્વર ચોકમાં બિરાજતા આશાપુરા

{ રાજકોટ| બેડીનાકાઅંદર, નાના દરબારગઢ પાસે, હાટકેશ્વર ચોકમાં બિરાજતા આશાપુરા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ રાજકોટ| બેડીનાકાઅંદર, નાના દરબારગઢ પાસે, હાટકેશ્વર ચોકમાં બિરાજતા આશાપુરા માતાજીના જૂના સ્થાનકે હાટકેશ્વર ચોક ગરબી મંડળના નેજા હેઠળ નવરાત્રી પર્વની 1 ઓક્ટોબરથી ભવ્ય ઉજવણી કરાશે. મંડળની બાળાઓ વિવિધ રાસ ગરબા રજૂ કરશે.

{ રાજકોટ| ખોડલધામનવરાત્રી મહોત્સવ 1 ઓક્ટોબરથી રાજકોટમાં 4 સ્થળે યોજાશે. નાના મવા સર્કલ પાસે, પેટ્રોલ પંપની પાસે, 150, ફૂટ રિંગ રોડ ખાતે,ઇસ્ટ ઝોન સમિતિના નેજા હેઠળ સદ્દગુરુ આશ્રમનો વંડો, કુવાડવા રોડ ખાતે, વેસ્ટ ઝોન સમિતિ દ્વારા મવડી બાયપાસ, સાકરિયા બાલાજી ચોક, સંસ્કાર સિટી સામે, સાઉથ ઝોન સમિતિ દ્વારા સર્વજ્ઞાતિના માત્ર બહેનો માટે શેઠ હાઇસ્કૂલ, 80, ફૂટ રિંગ રોડ, ભક્તિનગર સર્કલ પાસે યોજાશે. 10 દિવસમાં વિજેતા ખેલૈયાઓને ઇનામ અપાશે.

{ રાજકોટ| વેલકમનવરાત્રીનો કાર્યક્રમ લોહાણા મૈત્રી મહિલા મંડળ અને બાલવિકાસ કેન્દ્ર દ્વારા 28મી સપ્ટેમ્બરના સાંજે 4 થી 7 કાલાવડ રોડ, કેસરીયા વાડી ખાતે યજાશે. બહેનો, બાળકો રાસ ગરબામાં ભાગ લેશે. 5-5ના ગ્રૂપમાં 3 થી 73 વય સુધીના બહેનો, બાળકો સ્પર્ધામાં જોડાશે. વિજેતાઓને ઇનામ, મોમેન્ટો આપી સન્માનિત કરાશે. જીજ્ઞા અનડકટ, લતાબેન ઉનડકટ, ગીતા કતીરા, નેહા હિન્ડોચા, રીટા મોરઝરિયા, ચંદ્રિકાબેન લાલચેતા વગેરે કાર્યક્રમના અાયોજનમાં સહકાર આપશે.

{ રાજકોટ| આર્ટઓફ લિવિંગ પરિવાર રાજકોટ દ્વારા શિવ અારાધના સોસાયટી, મારુતિ ચોક, 150, ફૂટ રિંગ રોડ ખાતે વૈદિક નવરાત્રી યોજાશે. બેંગ્લોરના સ્વામીજી અને વેદાચાર્યો દ્વારા પૂજા, હોમ, હવન કરી મા આદ્યશક્તિની આરાધના કરાશે. નવરાત્રીના નવલા દિવસોમાં મા નવદુર્ગાનું પૂજન, અર્ચન કરાશે.

{ રાજકોટ| સમસ્તમોઢ વણિક સમાજ મહિલા મંડળ રાજકોટ દ્વારા નવરાત્રી મહોત્સવ 1થી 4 ઓક્ટોબર ચંદ્રેશવાડી, પંચવટી મેઇન રોડ ખાતે યોજાશે. 5 અને છેલ્લા નોરતાનું સ્થળ મોઢ બોર્ડિંગ, 5-રજપૂતપરા રહેશે. કાર્યક્રમમાં મધુબેન મારવાડી, નીલાબેન કોઠારી, પ્રભાબેન મહેતા, પ્રતિભાબેન પારેખ, મધુબેન જીવાણી, છાયાબેન મહેતા, ડો.દીપાબેન મણિયાર, અલ્કાબેન જીવાણી, અરૂણાબેન કલ્યાણી, ગીતાબેન પટેલ, પ્રવીણાબેન પટેલ, હિનાબેન ભાડલિયા, શીતલબેન વગેરે હાજર રહેશે.

{ રાજકોટ| સરગમચિલ્ડ્રન ક્લબ દ્વારા 1 થી 9મી ઓક્ટોબર સુધી કનૈયાનંદ રાસોત્સવ ફનવર્લ્ડ પાસે, રેસકોર્સમાં યોજાશે. 9 દિવસ રમવાના પાસ અને સાથે વાલી માટે જોવાનો એક પાસ નિ:શુલ્ક અપાશે. રાસોત્સવમાં 6 થી 14ના રાજકોટના કોઇપણ બાળકો ભાગ લઇ શકશે. ભાગ લેવા ઇચ્છુક બાળકોએ સરગમ ક્લબની ઓફિસ, યાજ્ઞિક રોડ, કોઇન્સ કોર્નર, ત્રીજો માળ અથવા સરગમ હેલ્થ કેર સેન્ટર, જાગનાથ મંદિર ચોક, યાજ્ઞિક રોડનો સંપર્ક સાધવા ગુણવંતભાઇ ડેલાવાડીએ અનુરોધ કર્યો છે.

{ રાજકોટ| લોહાણામૈત્રી મહિલા મંડળ દ્વારા બેડીનાકા વિસ્તારના તમામ સભ્ય બહેનો માટે નવરાત્રી મહોત્સવ 5મી ઓક્ટોબરના યોજાશે. ગરબા સ્પર્ધાના એન્ટ્રી પાસ સાંજે 4 થી 6 કરણપરા ચોક, કેસરીયા વાડીએથી મળી શકશે. 28મી સપ્ટેમ્બરના રોજ રીન્યુ કરાવી પાસ મેળવી લેવા. સ્પર્ધા 4 ગ્રૂપમાં યોજાશે. 18 થી 35 અને 36થી 50 અને 50 વયથી વધુના બહેનો અને 6 થી 15 વયના બાળકો ભાગ લઇ શકશે.

અન્ય સમાચારો પણ છે...