• Gujarati News
  • National
  • પદ્માવત ફિલ્મ પ્રદર્શિત કરવા મુદ્દે રાજપૂત સમાજના આંદોલનને રાજકોટ

પદ્માવત ફિલ્મ પ્રદર્શિત કરવા મુદ્દે રાજપૂત સમાજના આંદોલનને રાજકોટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પદ્માવત ફિલ્મ પ્રદર્શિત કરવા મુદ્દે રાજપૂત સમાજના આંદોલનને રાજકોટ શહેરના 15 સમાજ અને 27 સંગઠનોએ પોતાનો ટેકો જાહેર કરીને ફિલ્મના વિરોધમાં સૂર પૂરાવ્યો છે.

દેશભરમાં પદ્માવત ફિલ્મનો રાજપૂત સમાજ દ્વારા વિરોધ નોંધાયો છે. રાજકોટ શહેરમાં ફિલ્મના વિરોધ માટે તમામ સમાજને સાથે ભેળવીને નવા આયામનો આરંભ થયો છે. શહેરના તમામ સમાજની સર્વ સમાજની એક બેઠક હરભમજીરાજ ગરાસિયા છાત્રાલય ખાતે મળી હતી. તમામ સમાજે પદ્માવત ફિલ્મને તાંકીને જાહેર કરાયું હતું કે, ક્યારેય પણ કોઇપણ સમાજ કે સંસ્કૃતિને ઠેસ પહોંચાડે તેવા એકપણ કૃત્યો સાંખી નહીં લેવાય અને તમામ સમાજ ખભે ખભા મિલાવીને બતાવી દેશે કે રાજકોટ રંગીલું તો છે જ સાથે સંપીલું પણ છે. આ સાથે જ શહેરના 15 સમાજ અને જુદા જુદા 27 સંગઠનોએ વિરોધમાં ટેકો જાહેર કર્યો હતો.

ભરવાડ, કાઠી, સિંધી, બ્રાહ્મણ, ચારણ, લોહાણા, પટેલ, ભાનુશાળી, પ્રજાપતિ, રાજપૂત સહિતના હિંદુ સમાજ તેમજ દાઉદી વ્હોરા અને શીખ સહિતના સંપ્રદાયોએ પણ રાજપૂત કરણી સેનાને ટેકો જાહેર કર્યો છે. પદ્માવત ફિલ્મનો વિરોધ નોંધાવવા માટે પદ્માવત સંઘર્ષ સમિતિ રચના કરાઇ છે તેના અધ્યક્ષ તરીકે નરેન્દ્રસિંહની વરણી કરવામાં આવી છે, તેમણે જણાવ્યું હતું કે, રાજકોટના કોઇપણ પ્રશ્ન મુશ્કેલીને સાથે મળીને સુચારું અભિગમથી પાર પાડી મા પદ્માવતીને લઇને રાજકોટવાસીઓને એકતાના સૂરની તક સાંપડી છે.

અન્ય સમાચારો પણ છે...