• Gujarati News
  • National
  • જૈન સાધાર્મિક સેવા સમિતિ દ્વારા થેલિસિમિયા મેજર દર્દીઓની સેવા

જૈન સાધાર્મિક સેવા સમિતિ દ્વારા થેલિસિમિયા મેજર દર્દીઓની સેવા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | છેલ્લા 6 માસથી થેલિસિમિયા મેજર દર્દીઓની જૈન સાધાર્મિક સેવા સમિતિ દ્વારા રૂ.6 લાખથી વધુ રકમની દવા, ઇન્જેકશન, ડેસ્ફેરાલ ઇન્ફૂસન પંપની સહાય પૂરી પાઠવામાં આવી રહ્યું છે. થેલિસિમિયા મેજર દર્દીઓને નિયમિત લોહી અને પૂરતી દવાઓ મળી રહે તે તેઓનું આયુષ્ય વધી શકે છે. લોહીના અભાવે થેલિસિમિયા પીડિત વ્યક્તિ, બાળકો માત્ર 15 થી 18 વર્ષ જ જીવન જીવી શકે છે. સમિતિ માનવ માત્ર કિડની ફેલ્યોર દર્દીને ડાયાલિસીસ કરાવી આપવાનું સેવા કાર્ય કરે છે. સંસ્થાના પ્રફુલભાઇ રવાણી, નલીનભાઇ બાટવિયા, અજયભાઇ વખારિયા, પ્રકાશ શાહ, ડો.રવિ ધાનાણી, ટ્રસ્ટી, સેવાભાવી લોકોએ આ સેવા કાર્ય હાથ ધર્યું છે. સહાય આપવા ઇચ્છુકોએ સમિતિનો ઢેબર રોડ, મહેતા પેટ્રોલ પંપ સામે સંપર્ક સાધવો.

અન્ય સમાચારો પણ છે...