• Gujarati News
  • National
  • સરકારી નોકરી મેળવવાનો યુવાનોમાં ક્રેઝ વધતા શહેરમાં મોંઘાદાટ કોચિંગ

સરકારી નોકરી મેળવવાનો યુવાનોમાં ક્રેઝ વધતા શહેરમાં મોંઘાદાટ કોચિંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરકારી નોકરી મેળવવાનો યુવાનોમાં ક્રેઝ વધતા શહેરમાં મોંઘાદાટ કોચિંગ ક્લાસના જાણે રાફડા ફાટ્યા છે. આ સ્થિતિમાં શહેરના મનીષ ગઢવી નામના એક શિક્ષક આર્થિક રીતે પછાત ઉમેદવારોની કોઇપણ પ્રકારની ફી ન લઇને જ્યાં સુધી તે સફળ ન થાય ત્યાં સુધી નિ:શુલ્ક તાલીમ આપી રહ્યા છે. મનીષ ગઢવીએ છ વર્ષ દરમિયાન અનેક વિદ્યાર્થીઓને પોતાના કોચિંગ ક્લાસમાં માર્ગદર્શન આપ્યું છે. તેમનું વલણ છે કે વિદ્યાર્થીઓ જેટલી ક્ષમતા હોય તેટલી ફી આપે ન હોય તો પણ ચાલશે. અત્યાર સુધીમાં 500 જેટલા એવા ઉમેદવારો છે જેમણે વિનામૂલ્યે તાલીમ વડે સરકારી નોકરી મેળવી છે.

મનીષ ગઢવી જણાવ્યું હતું કે, તેમના સેન્ટર પર એક યુવતી આવી હતી. તેણે સ્થિતિ જણાવી કે તેના પિતાનું અવસાન થયું છે અને માતા પાપડ વણીને ગુજરાન ચલાવે છે. તેમણે આ યુવતીને વિનામૂલ્યે શિક્ષણ આપ્યું, યુવતીએ મહેનત કરી અને પોલીસમાં નોકરી મેળવી. જે દિવસે સિલેકશન થયું તે જ દિવસે યુવતીએ સેન્ટર પર આવી ગુરુદક્ષિણાના ભાવ રૂપે મનીષ ગઢવીને તેની માતાએ બનાવેલા પાપડના પાંચ પેકેટ આપ્યા, જેને શિક્ષકે સહર્ષ સ્વીકાર્યા.

અન્ય સમાચારો પણ છે...