• Gujarati News
  • National
  • ટુ વ્હિલર માટે નવી સિરીઝ GJ 03 KG ખૂલી

ટુ વ્હિલર માટે નવી સિરીઝ GJ-03-KG ખૂલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર|રાજકોટ

પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી, રાજકોટ દ્વારા મોટરસાઇકલ પ્રકારના વાહનો માટે GJ-03-KG સિરીઝના 1 થી 9999 સુધીના નંબરો તથા GJ-03-KD, GJ-03-KE તથા GJ-03-KF ના બાકી રહેતા ગોલ્ડન તેમજ સિલ્વર નંબરની સિરીઝ રી-ઈ ઓકશનથી શરૂ કરવામાં આવનાર છે. ગોલ્ડન નંબર માટે ઓછામાં ઓછી ફી રૂ. 5000, સિલ્વર નંબર માટે રૂ. 2000 તેમજ અન્ય પસંદગીના નંબર માટે ઓછામાં ઓછી ફી રૂ.1000 રાખવામાં આવેલ છે.

ગોલ્ડન, સિલ્વર તેમજ અન્ય પસંદગીના નંબરો મેળવવા માટે તા. 22/1/2018થી તા. 29/1/2018 સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તા.30/1/2018ના રોજ સવારે 11:00કલાક થી તા. 01/02/2018ના સાંજના 4:00કલાક સુધી ઓનલાઈન ઈ ઓક્શન ચાલુ રહેશે. ઓક્શન પૂર્ણ થયે વર્ગીકરણનું લિસ્‍ટ તા. 1/2/2018ના રોજ નોટિસબોર્ડ પર સાંજે 5:00 કલાકે પ્રસિધ્‍ધ કરવામાં આવશે. ઈ ઓક્શન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સફળ અરજદારે ભરવા પાત્ર થતી રકમ દિવસ 5માં ઈ-પેમેન્ટ થી ભરી દેવી તેમજ હરાજીમાં નિષ્ફળ ગયેલા ઉમદેવારને દિવસ પાંચમાં નાણાં પરત કરવામાં આવશે. ઉપરોક્ત તારીખ સિવાય પસંદગીના નંબર માટે પૂછપરછ કરવા કચેરીનો સંપર્ક કરવો નહીં.

અન્ય સમાચારો પણ છે...