તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પિતાએ સ્કૂલે જવાની ના પાડતાં ધો.9ના વિદ્યાર્થીનો આપઘાત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પિતાએ સ્કૂલે જવાની ના પાડતાં ધો.9ના વિદ્યાર્થીનો આપઘાત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
{ રાત્રે ઘરેથી નીકળ્યા બાદ પુલ પરથી ઝંપલાવી જીવાદોરી ટૂંકાવી લીધી

{ ગુરુપૂર્ણિમા હોવાથી પિતાએ સ્કૂલે જવાને બદલે ફૂલ વેચવાનું કહ્યું હતું

ક્રાઇમ રિપોર્ટર|રાજકોટ

રાજકોટનાભગવતીપરામાં રહેતા ધો.9ના વિદ્યાર્થીને પિતાએ સ્કૂલે જવાની ના પાડી ફૂલનો ધંધો કરવાનું કહેતાં લાગી આવતા કેસરી હિન્દ પુલ પરથી ઝંપલાવી આપઘાત કરી લેતાં ભારે અરેરાટી પ્રસરી ગઇ છે.

જાણવા મળતી વિગતો અનુસાર રાજકોટના ભગવતીપરામાં રહેતા આકાશ ગજુભાઇ સોલંકી નામનો 17 વર્ષના કિશોરે મંગળવારે રાત્રે 8 વાગ્યે ઘરેથી નીકળ્યા બાદ કેસરી હિન્દ પુલ પરથી ઝંપલાવી જીવાદોરી ટૂંકાવી લીધી હતી. આકાશે પુલ પરથી મોતની છલાંગ લગાવતાં સતત ટ્રાફિકથી ધમધમતા રોડ પર લોકોના ટોળેટોળાં ભેગા થઇ ગયા હતા. બીજીબાજુ આકાશના પરિવારજનો તેને શોધવા નીકળતા આકાશે આપઘાત કરી લીધાની જાણ થઇ હતી.

બનાવની જાણ થતાં બી.ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરતા આકાશ કરણસિંહજી હાઇસ્કૂલમાં ધો.9મા અભ્યાસ કરે છે અને મંગળવારે ગુરુપૂર્ણિમા હોય પિતાએ ભણવા જવાની ના પાડી ફૂલના ધંધામાં મદદ કરવાનું કહેતાં લાગી આ‌વતા આપઘાત કરી લીધાનું બહાર આવ્યું છે. ચાર ભાઇઓ અને બે બહેનોમાં આકાશ ચોથા નંબરનો ભાઇ હતો. બનાવથી સોલંકી પરિવારમાં કાળો કલ્પાંત મચી ગયો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. યુવાન પુત્રના આપઘાતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો