તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • { રાજકોટ | બાલભવનખાતે ગુરુવંદના કાર્યક્રમ અંતર્ગત બાળકોએ કથ્થક, ફોકડાન્સ,

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

{ રાજકોટ | બાલભવનખાતે ગુરુવંદના કાર્યક્રમ અંતર્ગત બાળકોએ કથ્થક, ફોકડાન્સ,

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
{ રાજકોટ | બાલભવનખાતે ગુરુવંદના કાર્યક્રમ અંતર્ગત બાળકોએ કથ્થક, ફોકડાન્સ, જુમ્બાડાન્સની કૃતિઓ રજૂ કરી હતી. કાર્યક્રમનું ઉદ્દઘાટન હાસ્યકલાકાર સાંઇરામ દવેના હસ્તે થયું હતું.

{રાજકોટ | સર્વોદયસ્કૂલમાં ગુરુનું મહત્ત્વ રજૂ કરતા ગીત, વકતવ્યો, નાટક વગેરે કાર્યક્રમો વિદ્યાર્થીઓ તરફથી રજૂ કરવામાં આવ્યા હતા. ટ્રસ્ટી ગૌરવ પટેલે દરેક બાળકે પોતાના કુટુંબ, સમાજ, રાષ્ટ્ર માટે પ્રેરણાદાયી કાર્યો કરવા અપીલ કરી હતી.

{રાજકોટ | જ્ઞાનગંગાવિદ્યાલય, બાલ મંદિર પ્રાથમિક, માધ્યમિક શાળામાં ટ્રસ્ટી નાથાભાઇ ભીમાણી, રસીલાબેન ભીમાણીએ વિદ્યાર્થીઓને ગુરુ અને શિષ્ય વચ્ચેના સંબંધોની માહિતી આપી હતી. સાથો સાથ ગુરુનું જીવનમાં શું મહત્ત્વ છે તેના વિશે પણ છણાવટ કરી હતી.

{રાજકોટ | ગુગલવોસ ગુરુ વિષય પર ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટની રાજકોટ કોલેજમાં સેનેટરી ઇન્સ્પેક્ટરના ડિપ્લોમા કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. ઇન્ટરનેટના સમયમાં સાચા ગુરુનું માર્ગદર્શન વિદ્યાર્થીને સાચું જ્ઞાન આપી શકે છે. તે ઉદેશ રહ્યો હતો. વિદ્યાર્થીઓએ સંસ્થાની દીવાલ પર આરોગ્યને જાળવણી સંબંધી ચિત્રો દોર્યા હતા.

{રાજકોટ | શ્યામલપ્રાથમિક શાળા રાજકોટમાં શાળાના ટીચરોએ જીવનમાં ગુરુનું સ્થાન, ગુરુપૂજનનું મહત્ત્વ વિષય પર વિદ્યાર્થીઓને પ્રેરક પ્રવચન આપ્યું હતું. ધોરણ 5 થી 8ના બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

{રાજકોટ | સરસ્વતીમાધ્યમિક વિદ્યા મંદિર, મારૂતિનગર, એરપોર્ટ રોડ ખાતે શ્લોકગીત, ગાયન, ગુરુનું મહત્ત્વ વિષય પર વિદ્યાર્થી ભાઇઓ, બહેનોએ વકતવ્ય આપ્યું હતું. શાળાના પ્રધાનાચાર્ય વગેરે હાજર રહ્યા હતા.

{રાજકોટ | મોદીસ્કૂલમાં પ્રેપ સેકશનથી ધોરણ 4 સુધીના બાળકોએ ગુરુપૂર્ણિમાને લગતા વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા હતા. નાટકના માધ્યમથી ગુરુજીની અગત્યતા, ગુરુજીનું જીવનમાં માર્ગદર્શન વગેરે બાબતોને ઉજાગર કરાઇ હતી.

{રાજકોટ | રાજકોટજિલ્લા ગાયત્રી પરિવાર રાજકોટ યુવા શાખા દ્વારા ગાયત્રી સ્વાધ્યાય 20 જુલાઇના રાતે 9 થી 10 ગાયત્રી શક્તિપીઠ, 7-વૈશાલીનગર, રૈયા રોડ ખાતે યોજાશે.

{રાજકોટ | સરદારપટેલ સેવાદળ દ્વારા 20 જુલાઇના સવારે 9 કલાકે ખેરડી ગામ, અય્યોતમ ગૌશાળા ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાશે. 500 રોપાં વાવવામાં આવશે. સામાજિક અગ્રણીઓ હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો