તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વરસાદ ખેંચાતા ખેડૂતોના લાખોના બિયારણ ખાક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરસાદ ખેંચાતા ખેડૂતોના લાખોના બિયારણ ખાક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નુકસાનીની સહાય ચૂકવવા સિંચાઇ સમિતિના અધ્યક્ષની મુખ્યમંત્રીને રજૂઆત

એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ

સૌરાષ્ટ્રનારાજકોટ,જૂનાગઢ, જામનગર સહિતના અનેક જિલ્લાઓમાં વરસાદ ખેંચાતા રાજકોટ જિલ્લાના ખેડૂતોના લાખો રૂપિયાની કિંમતના બિયારણો બળી ગયા હોય, નુકસાનીની સહાય ચૂકવવા રાજકોટ જિલ્લા પંચાયતના સિંચાઇ સમિતિના અધ્યક્ષ ધીરૂભાઇ પાઘડાળે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, જામનગર સહિતના જિલ્લાઓમાં ચોમાસાનો પ્રારંભ થતા પંથકના ખેડૂતોએ મોંઘાભાવના બિયારણો વેચાતા લઇ પોતાના ખેતરોમાં વાવણી કરી હતી, પરંતુ છેલ્લા એકાદ મહિનાથી વરસાદ ખેંચાતા રાજકોટ જિલ્લાના જેતપુર, જામકંડોરણા, ધોરાજી, ગોંડલ, ઉપલેટા સહિતના તાલુકાના મોટાભાગના વિસ્તારોમાં ખેડૂતોએ વાવેલા બિયારણો બળી જવા પામ્યા છે. મોંઘાભાવના બિયારણો બળી જવાના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની થવાથી હવે સારો વરસાદ પડે તો પણ બિયારણો ખરીદવાના નાણાંની સગવડ કરવાની મુશ્કેલી પડે તેવી સ્થિતિ ઊભી થવા પામી છે, ભૂતકાળમાં વર્ષ 2012માં વરસાદ ખેંચાતા કેન્દ્રની મનમોહનસિંઘની સરકારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ પર તાત્કાલિક દુષ્કાળના રાહત અંગેનું પેકેજ જાહેર કરીને ગુજરાતના ખેડૂતોને તે સમયે થયેલા નુકસાન બદલ આર્થિક વળતર અપાવ્યું હતું. હાલમાં કેન્દ્રમાં મોદીની સરકાર હોઇ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ખાસ રાહત પેકેજ જાહેર કરાવી મદદ કરવા માગ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો