તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજમાર્ગો પર ફરી રખડતાં ઢોરનો આતંક, મનપા તંત્ર ડબ્બે પૂરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજમાર્ગો પર ફરી રખડતાં ઢોરનો આતંક, મનપા તંત્ર ડબ્બે પૂરાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

રાજકોટમાંરખડતાં ઢોરની સમસ્યા અસાધ્ય બીમારી જેવી બની ગઇ છે. માલધારીઓને શહેર બહાર ખદેડવામાં નિષ્ફળ નીવડેલા મનપા તંત્રના પાપે ફરી શહેરના રાજમાર્ગો ઉપર રખડતાં ઢોરે આતંક મચાવવાનું શરૂ કરી દીધું છે. ચોમાસું આવતા માલધારીઓ પોતાનો સ્વાર્થ પૂરો કરીને ઢોરને બહાર કાઢી મૂકવા લાગ્યા છે. મનપાએ ચોમાસામાં ઢોર પકડવાની કામગીરી તેજ કરવાના બદલે વધુ એકવખત ડબ્બે પૂરાઇને પ્રજાને ભગવાન ભરોસે મૂકી દીધી છે.

રાજકોટ મનપાના શાસકોએ સ્માર્ટ સિટીના નામે જે મુખ્ય 10 લક્ષ્યાંક નક્કી કર્યા છે પૈકી ઢોરની સમસ્યા મુક્ત રાજકોટનો લક્ષ્યાંક માત્ર દેખાડો કરવા પૂરતું હોય એવું સ્પષ્ટ થઇ રહ્યું છે. શહેરની ચારેય દિશામાં મનપાએ એનિમલ હોસ્ટેલ બનાવી છે. કરોડો રૂપિયાની જમીન એનિમલ હોસ્ટેલના નામે ફાળવી દીધી છે. તેમાં શેડ પણ બનાવી આપ્યા છે. લાઇટ સહિતની સુવિધાઓ પણ આપી છે. આમ છતા માલધારીઓ તેમના ઢોર એનિમલ હોસ્ટેલમાં મુકતા નથી. બીજીબાજુ મહાપાલિકા પણ નિષ્ફળ નીવડી છે. શહેરના મધ્યમાં આવતા વૈશાલીનગર, રૈયારોડ, લક્ષ્મીનગર, લક્ષ્મી વાડી, સંતકબીર રોડ સહિતના વિસ્તારોમાં માલધારીઓની વસાહત છે. ઘરની અંદર ગમાણ બનાવીને ઢોર રાખવામાં આવે છે. ચોમાસામાં કાદવના કારણે ગંદકી અને ઢોરને જીવાત સહિતની મુશ્કેલી પડતી હોવાથી માલધારીઓ ઢોર પાસેથી પોતાનો સ્વાર્થ પૂરો કરીને ઢોરને રસ્તે રઝળતા મૂકી દે છે.

ત્રણ શિફ્ટમાં ઢોર પકડવાની ઝુંબેશનું બાળમરણ

ઢોરપકડવા માટે મનપાએ શરૂઆતમાં ત્રણ શિફ્ટમાં કામગીરી શરૂ કરી હતી. રાત્રે પણ ઢોર પકડવા માટે સ્ટાફ નીકળતો હતો. માત્ર ગણતરીના દિવસો સુધી ઝુંબેશ ચાલુ રહ્યા બાદ બાળમરણ થઇ ગયું છે. હાલ માત્ર દિવસના 50 થી 60 ઢોર માંડ પકડાય છે. તેનો પણ કોઇ અર્થ સરતો નથી. મનપાએ પકડેલા ઢોર માલધારી દંડ ભરપાઇ કરીને છોડાવી જાય છે અને ફરી ઢોર રસ્તે ધામા નાખીને પડ્યા રહે છે.

શહેરના અનેક વિસ્તારમાં રખડતાં ઢોરની સમસ્યા ફરી વકરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો