Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ત્રંબામાં ટાયરો સળગાવાયા, સરધાર પાસે ચક્કાજામ
જામનગરમાં ટોળાં પર ટિયરગેસના 3 સેલ છોડાયા
રાજકોટમાંદલિત યુવાનો પર થયેલા અત્યાચારની ઘટનાના વિરોધમાં સોમવારે દલિત સમાજના ટોળાં રસ્તા પર ઉતરી ગયા હતા અને અનેક સ્થળે તોડફોડ કરી હતી. મંગળવારે રાત્રે રાજકોટના છેવાડે આવેલા ત્રંબા ગામ નજીક દલિત સમાજનું ટોળું રસ્તા પર ઉતરી આવ્યું હતું અને ટાયરો સળગાવી રસ્તા પર વીજપોલ આડા રાખીને ચક્કાજામ કરી દીધો હતો. જેના પગલે બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી. જ્યારે બનાવની જાણ થતાં પોલીસકાફલો દોડી ગયો હતો.
દરમિયાન સરધારથી પાંચ કિલોમીટર દૂર આવેલા ખારચિયા ગામ પાસે પણ રાત્રિના 10.45 કલાકે દલિત સમાજના ટોળાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ટાયર સળગાવી ચક્કાજામ કરી દીધો હતો. જેને કારણે હાઇ-વે પર ટ્રાફિકજામ થઇ ગયો હતો.
બનાવની જાણ થતાં પોલીસકાફલો ખારચિયાં ગામે દોડી ગયો હતો અને રસ્તા પર ઉતરી આવેલા 150 થી વધુ લોકોના ટોળાંને વિખેરીને ટ્રાફિક પૂર્વવત કરી દીધો હતો.
લાલપુરમાં ચાર બસમાં તોડફોડ, બાળવાનો પ્રયાસ
જામનગરજિલ્લાના લાલપુરના બસ સ્ટેન્ડમાં મંગળવારે મોડી રાત્રે ઘૂસી ગયેલા ટોળાંએ 4 બસમાં તોડફોડ કરી તેને આગ ચાંપવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસ આવી જતાં ટોળું ભાગી છૂટ્યું હતું.
ગોંડલ અને જેતપુરમાં આજે બંધનું એલાન
દલિતયુવાનોના અત્યાચાર મુદ્દે ઠેર-ઠેર આંદોલન છેડનારા દલિત સમાજના સ્થાનિક આગેવાનોએ બુધવારે ગોંડલ અને જેતપુર શહેર બંધનું એલાન આપ્યું છે. જેના પગલે પોલીસ હરકતમાં આવી છે.
જામનગરમાં મોડી રાત્રે દિગ્વિજય પ્લોટ, વુલન મિલ વિસ્તાર અને કોમલનગરમાં દલિતોના ટોળાંએ ભારે તંગદિલી ફેલાવી દીધી હતી. પરિસ્થિતિ વણસી જતાં એસપી જાતે મેદાનમાં આવી ગયા હતા. તોફાની ટોળાંને કાબૂમાં લેતાં પોલીસના નાકે દમ આવી ગયો હતો.
દલિત યુવાનો પર અત્યાચારની ઘટનાના વિરોધમાં મંગળવારે રાત્રે રાજકોટના છેવાડે ફરી ટોળાં રસ્તા ઉપર ઉતર્યા