તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટની બસો જૂનાગઢ, અમરેલીથી આગળ ગઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટની બસો જૂનાગઢ, અમરેલીથી આગળ ગઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મધરાત્રે જૂનાગઢ તરફના રૂટ કેન્સલ કરાયા

ગોંડલમાં મોડી રાત્રે વધુ એક દલિત યુવાને એસિડ પીધું

ગોંડલના શિવરાજગઢ ગામમાં હવેલી ચોકમાં મૃત પશુ ફેંકાયા

દલિતોનાઆંદોલનને પગલે સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળે એસ. ટી. બસોને નિશાન બનાવાઇ હતી. જો કે મહદ અંશે બસ સેવા યથાવત્ રાખવામાં આવી હતી. રાજકોટ એસ. ટી. ના ડેપો મેનેજર એન. બી. વરમોરાના જણાવ્યા અનુસાર મંગળવારે અમરેલી અને જૂનાગઢથી આગળના રૂટ બંધ કરવામાં આવ્યા હતા. પરિણામે રાજકોટથી અમરેલી, જૂનાગઢ ઉપરના શહેરોમાં જતી બસોને અમરેલી અને જૂનાગઢ ખાતે રોકી દેવામાં આવી હતી. રીતે વિસ્તારોમાંથી રાજકોટ આવતી બસો પણ રોકાઇ ગઇ હતી. બુધવારે બપોર સુધી સ્થિતિ રહેશે. બાદમાં, પરિસ્થિતિ અનુસાર નિર્ણય લેવાશે. ઉપરાંત, રાજકોટ-ભાયાવદર વચ્ચેના રૂટ પણ બંધ કરાયો હતો. સિવાયના સૌરાષ્ટ્ર અને ગુજરાતનો બસ વ્યવહાર યથાવત્ ચાલુ રહ્યો હતો.

જો કે મંગળવારે મોડીસાંજ પછી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં બનેલી તોફાની ઘટનાઓના પગલે મધરાત બાદ રાજકોટથી જૂનાગઢ અને ધોરાજી તરફ જતાં તમામ રૂટ અચાનક કેન્સલ કરી દેવાયા હતા. પરિણામે ગોંડલ તથા જૂનાગઢ અને જેતપુર-ધોરાજી જવા માગતા મુસાફરો રાજકોટમાં અટવાઈ ગયા હતા. અમદાવાદ તરફથી આવતી બસોને પણ રાજકોટમાં રોકી લેવાઈ હતી અને તંત્ર દ્વારા મુસાફરોને ટિકિટના પૈસા પરત આપવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. એસ.ટી. બસ બંધ થતાં ખાનગી વાહનચાલકોએ ગોંડલ સુધી જવાના 100-100 રૂપિયા પડાવવાનું શરૂ કર્યું હતું.

ગંભીર હાલતમાં યુવાનને રાજકોટ ખસેડાયો

ધાર્મિક સ્થળ નજીકના બનાવથી ચકચાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો