તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કોન્સ્ટેબલ પડી ગયા પછી પણ ટોળું પથ્થરો મારતું રહ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોન્સ્ટેબલ પડી ગયા પછી પણ ટોળું પથ્થરો મારતું રહ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઊનામાંદલિત યુવાનો પર થયેલા અત્યાચારના વિરોધમાં અમરેલીમાં વિરોધ પ્રદર્શન સમયે દલિતોના ટોળાંએ કરેલા પથ્થરમારામાં અમરેલી એલસીબીના હેડકોન્સ્ટેબલ પંકજભાઈ અમરેલિયાનું મૃત્યુ થતા આંદોલને આઘાતજનક વળાંક લીધો છે. બીજી તરફ માત્ર અમરેલી નહીં સમગ્ર સૌરાષ્ટ્રના પોલીસબેડામાં ઘટનાને કારણે શોક અને રોષની લાગણી ફેલાઈ છે.

એક પોલીસ કર્મીના મોત માટે નિમિત બનેલી ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ, ચિતલ રોડ પર ટોળું પથ્થરમારો કરી રહ્યું હતું ત્યારે પંકજભાઈ ઘટના સ્થળે ફરજ પર ઉપસ્થિત હતા. જિલ્લા પોલીસવડા પણ તે સમયે ત્યાં દોડી ગયા હતા. દરમિયાન તોફાની ટોળાંમાંથી ફેંકાયેલો પથ્થર પંકજભાઈને માથામાં વાગતા તેઓ ગંભીર ઈજા સાથે ગાડીમાંથી નીચે પડી ગયા હતા અને ત્યારબાદ પણ પથ્થરમારો ચાલુ રહેતા તેમને વધુ ઈજા પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં અમરેલી પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને રાજકોટ ખસેડાયા હતા. પરંતુ ગંભીર ઈજાએ તેમનો ભોગ લીધો હતો. ઘટનાના સમાચાર પ્રસરતા પોલીસ બેડામાં સન્નાટો ફેલાઈ ગયો હતો. બીજી તરફ તોફાની તત્ત્વો અમરેલી છોડી ભાગી જવાની વેતરણમાં લાગી ગયા હતા. બનાવ અંગે અમરેલી પોલીસે કુલ 16 શખ્સો સામે હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો છે. અને રાજકોટ હોસ્પિટલના કાગળો મળી ગયા બાદ તમામ સામે કલમ 302 હેઠળ ગુનો નોંધવામાં આવશે. પોલીસ કર્મચારીનો ભોગ લેવાતા સમગ્ર સૌરાષ્ટ્રના પોલીસબેડામાં આઘાતની લાગણી પ્રસરી જવા પામી હતી.

ઘટના બદલ 16 શખ્સો સામે હત્યાની કોશિશનો ગુનો નોંધાયો

અમરેલીમાં દલિત આંદોલનનો આઘાતજનક વળાંક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો