તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • જાતે પોતાના મિત્ર બનો, દુશ્મનની ચિંતા કરો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાતે પોતાના મિત્ર બનો, દુશ્મનની ચિંતા કરો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્તિત્વવાદી લેખકોમાં ‘આઉટ સાઈડર’ નામના પુસ્તકના લેખક આલ્બેર કામુએ મિત્ર બાબતમાં સરસ વાત કરેલી ‘અરે મિત્ર તું હું કહું તે મારી મારી પાછળ પાછળ ચાલે. અગર મિત્ર તું મારો નેતા બનીને આગળ ચાલે હું કદાચ તને ફોલો પણ કરું. બસ હું ઈચ્છુ છું કે, તું મારી જોડા જોડે ચાલ દરેક બાબતમા સખા રહે.’ શિખામણ આપણે પોતે પણ પાળવી જોઈએ પણ જ્યારે આપણે નિયમ પાળતા નથી અને તમે ઈચ્છો કે તમારો મિત્ર તમને ફોલો કરીને તમારી પાછળ પાછળ ચાલે તો કાળક્રમે મિત્ર તમારો નહીં રહે. બાકી મિત્રો બનાવવા અંગે જુદા જુદા વિદ્વાનો ચેતવણી આપે છે અને મિત્ર બાબતમાં ચેતવે છે તેને હું માનતો નથી. હા, શ્રેષ્ઠ શિખામણ છે કે ‘તમે તમારા મિત્ર બની રહો. જો તમે તમારા સીન્સીયર મિત્ર બનો તો કશી બેવફાઈની વાત રહેતી નથી.’ આજે સૌથી મોટી કઠણાઈ છે કે આપણે ઘણી બાબતમાં આપણા દુશ્મન બનીએ છીએ. તે માટે ઘણા પુસ્તકો પણ લખાયા છે.

પોતાની ‘ફિલોસોફીકલ ડિક્શનરી’માં મહાન ફ્રેંચ ફિલસૂફ વોલ્તેરે એક વાક્યમાં શરૂમાં સરસ વાત કહેલી કે, મિત્રતા તો બે આત્માનું મિલન છે- લગ્ન છે. પણ તુરંત પાછો ચેતવે છે કે મિત્રતા (‘આત્માનું લગ્ન’) છૂટાછેડાને પણ પાત્ર છે!’ પણ હું જોરદાર રીતે ચેતવણીનો વિરોધ કરુ છું. માણસમાં પતિ કે પત્ની બન્ને ઉપર લગ્ન ટકાવવાની જવાબદારી છે. જો બન્ને એકબીજાથી જવાબદારીપૂર્વક અને વિચારપૂર્વક આકર્ષાયા હોય તો તેમા છૂટાછેડાની વાત આવતી નથી. મિત્રતામાં કઠણાઈ છે કે કોઈને ‘બનાવવાથી મિત્ર બનતા નથી’ મિત્રતા તો બંધાઈ જાય છે. મારે આજે જયેશ સોની અને ડો. પંકજ નરમ અને રાજકોટમાં દીનેશ તિલ્વા જેવા મિત્રો છે. સુરેન્દ્રનગરના ગૃહિણી મીતા શાહ મારા મિત્ર છે તે મિત્રતા કંઈક કુદરતી રીતે ‘ઓલ્યા ભવની લેણદેણ’થી બંધાઈ છે. મિત્રતા કાંઈ પ્રયત્નથી બંધાતી નથી, બસ બંધાઈ જાય છે. બાકી તો પશ્ચિમના દેશોમાં જે મિત્રતા, મૈત્રી કે ફ્રેન્ડશીપની વાત સાંભળુ છું ત્યારે મૈત્રીને પછવાડે જાણે પોટેન્શ્યલ દુશ્મની ઉભી છે તેવું લાગે છે. હમણાં મેં ‘લેવલ્સ ઓફ લાઇફ’ નામનું તત્વચિંતક જુલીયન બાર્નેસનું પુસ્તક વાંચ્યુ તે ફ્રેંચ લેખક લખે છે કે ‘એવરી લવ સ્ટોરી ઇઝ પોટેન્શ્યલ ગ્રીફ સ્ટોરી.’

અર્થાત દરેક પ્રેમકથા અંતે તો કરુણ કથા નીવડે છે. અમુક દૃષ્ટિએ કે વાર્તાની દૃષ્ટિએ સાચુ પણ જો સાચો પ્રેમ હોય તો તે મૃત્યુ પર્યંત ટકે છે. એમ છતા જ્યાં મૈત્રીમાં સામે સ્ત્રી કે પુરુષ પાત્ર હોય ત્યારે કશીક ‘ત્રડખડ’ (કાઠિયાવાડી ભાષામાં) થવાની છે. પણ જલદીથી મારે બીજી આડી અવળી વાત કરતાં પહેલાં તમે ધારો કે ઘણી વખત મૈત્રી કે મિત્ર અંગે ખલિલ જીબ્રાનની વાત વાચી હોય તો ફરીથી વાંચી જજો.- ગીતાની જેમ વાંચજો. કારણ કે માણસને- મન તો હંમેશાં અંત સમયે કે કટોકટી સમયે મારા મિત્રો કામ લાગ્યા છે. અને શ્રદ્ધા છે કે મને અને તમને (મારી ગેરન્ટીથી) મિત્રો અંતે કામ લાગશે. મિત્રતા: (ખલિલ જીબ્રાન)

- તમારો મિત્ર તમારું ક્ષેત્ર છે. જેમાં તમે પ્રેમથી વાવો છો. તો સાચુ કે તમારો મિત્ર એટલે તમારી જરૂરિયાતની પ્રાપ્તિ./ તમારો મિત્ર તમારું ભોજનગૃહ અને તમારું તાપણું છે. કેમ કે તમે એની પાસે ભૂખ ભાંગવા આવો છો. (દરેક વાક્ય ધ્યાનથી વાંચજો. દરેક પંક્તિમાં ઊંડો મર્મ અને ફિલસૂફી છે) તમે તેની પાસે હુંફ શોધો છો./ જ્યારે તમારો મિત્ર તેનું મન તમારી આગળ ખુલ્લુ કરે છે ત્યારે તમારા મનમાં આવેલા ‘ન’કારની તમને બીક લાગતી નથી અને તમારો ‘હ’કાર કહેતાં અચકાતા નથી./ અને જ્યારે મૂંગો બેઠો હોય છે ત્યારે તમારું હૃદય તેના હૃદયને સાંભળતું અટકતું નથી. (અહીં તમારે નોંધવુ જોઈએ કે ખલિલ જીબ્રાન સાહેબ મિત્રતાને કેટલી ઉંચી સપાટીએ લઈ જાય છે!). / કારણ મિત્રતામાં શબ્દ વિના સર્વ વિચારો સર્વ મનોરથો, સર્વે આશાઓ ઉપજે છે અને ભોગવાય છે પણ તેનો હર્ષ ગાજતો નથી. (સૌરાષ્ટ્રની ભાષામાં તમારે બીજાને મોઢે વધુ પડતા હરખઘેલા થઈ તમારી મૈત્રીની બહુ ડંફાસ મારવી નહીં). / અને છેલ્લે મિત્રતામાં કશો ઉદેશ રાખો સિવાય કે પ્રેમભાવને ઊંડા કરવાનો! (વાહ).

ક્રિસ્ટોફર ફિલિપ્સ નામના એક ફિલસૂફનું પુસ્તક મેં હમણા લીધુ છે. તેનું નામ છે ‘સોક્રેટીસ ઇન લવ’ તેમાં મિત્ર વિશે સુંદર વાત લખી છે. 21મી સદીને અનુરૂપ છે. કદાચ તે દેશી માણસોને ગળે ઉતરે નહીં. મિત્રો વચ્ચે જે જરૂરી તત્વ હોવું જોઈએ તે પ્રેમ હોવો જોઈએ તેમ ક્રિસ્ટોફર ફિલિપ્સે તેના પુસ્તક ‘સોક્રેટીસ ઇન લવ’ના 185મે પાને લખ્યું છે. ક્રિસ્ટોફર સાહેબ સૌથી સારી વાત કરે છે કે મિત્રોએ સરખી રીતે પોતાના કરતાં બીજામાં વધુ રસ લેવો જોઈએ. આવું સામસામું થવું જોઈએ. આમ થાય તો મિત્રને કારણે આપણે એવી ચીજમાં રસ લેતા થઈએ જેમા આપણે કદી રસ લીધો હોય. મેં અને મારા મિત્રોએ બન્નેએ પરસ્પર એક બીજામાં નવી જાતના પોટેન્શ્યલ (શક્તિમંતતા) જોયા છે. તમારું પોટેન્શ્યલ પારખે તે સાચો મિત્ર અને તમારું પોટેન્શ્યલ જોઈને તેની ઈર્ષ્યા કરે કે દબાવી દે તે તમારો સાચો મિત્ર બની નહીં શકે. છેલ્લે ઉપરની એક વાત રીપીટ કરવા એક અમેરિકાના બેસ્ટ સેલર પુસ્તકની વાત કરું છું નામ છે ‘હાઉ ટુ બી યોર ઓન બેસ્ટ ફ્રેન્ડ.’ લેખકો છે મિલડ્રેડ ન્યુમેન અને બર્નાડ બરકોવીટઝ. નાનકડી 90 પાનાની પુસ્તિકા જો મળે તો જલદી ખરીદી લેજો. લેખક કહે છે કે ‘તમે તમારામાં ગૌરવ લો. કદી તમારી જાતને નીચી માનો. સૌથી સુંદર વાત કહી છે કે ‘તમે તમારી જાતને જવાબદાર છો. તમને બરાબર સાચવો તો દુનિયા સચવાઈ ગઈ!’ પ્રેમમાં અને પ્રેમવાળી દોસ્તીમાં જોખમ છે પણ એટલુ બધુ નથી. પણ છતાં તમે છેલ્લે પંક્તિ યાદ રાખો કે પ્રેમ અને દોસ્તીમાંથી જોખમનું તત્વ તમે કાઢી શકો. માટે દોસ્તી કરો અને જાનને જોખમે સાચવો!

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો