Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ખંભાળિયામાં દલિત યુવાનને દવા પીવડાવી આપઘાત કરાવ્યો
ભેંસાણનાંખંભાળીયા ગામનાં દલિત યુવાનને વાડીએ બોલાવી તેને દવા પીવડાવી આપઘાત કરાવ્યો હોવાનાં આક્ષેપ સાથે દલિત સમાજનાં લોકોએ હોસ્પિટલે અડીંગો જમાવી દઇ જયાં સુધી આરોપી નહીં પકડાય ત્યાં સુધી લાશ સ્વીકારશું નહીં એવો હઠાગ્રહ કર્યો હતો.હેંમતભાઇનાં લગ્ન જુની ધારી ગુંદાળીનાં ભાનુબેન સાથે થયા હતા. પતિ-પત્ની વચ્ચે ગૃહકલેશ શરૂ થતાં મંગળવારે હેંમતભાઇને ફોન કરી નવાણીયા બોલાવી દવા પીવડાવી દીધી હતી. હેંમતભાઇએ તરફડીયા મારતી હાલતમાં રાજકોટના સંબંધીને ફોન કર્યો હતો. જેમણે ઘટના સ્થળે દોડી જઈ હેંમતભાઇને ચણાકાથી 108 મારફતે ભેંસાણ દવાખાને ખસેડેલ જયાં સારવાર દરમિયાન હેંમતભાઇનું મોત થયું હતું.
દલિત આધેડનું હાર્ટએટેકથી મોત
ધારી : ઉનાનાદલિતો પર થયેલા અત્યાચારના વિરોધમાં આજે ધારીના દલિતો મામલતદાર કચેરીએ પહોંચી પ્રતીક ઉપવાસ પર બેસવા માટે રજુઆત કરી રહ્યા હતા તે સમયે અહિંના એક દલિત આધેડને હાર્ટએટેક આવી જતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતાં. જ્યાં તેમનું સારવારમા મોત થયુ હતું.