તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • નાનાભાઇને ઠપકો દેનાર યુવકને ફડાકા પડતાં આપઘાત કરી લીધો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાનાભાઇને ઠપકો દેનાર યુવકને ફડાકા પડતાં આપઘાત કરી લીધો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાંકાનેરનારંગપરમાં રહેતા પરપ્રાંતીય યુવાને ઝેરી દવા પી જીવનનો અંત આણી લીધો હતો. રંગપરમાં આવેલી મેક્સવેલ વેલિકોન ફેક્ટરીમાં કામ કરતો મૂળ અેમપી.ના રાજવીર કાલીદાસ આદિવાસી (ઉ.વ.21)એ સોમવારે રાત્રે ફેક્ટરી નજીક ઝેરી દવા પી લેતાં તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ તેનું મોત નીપજ્યું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજવીર બે ભાઇ અને ત્રણ બહેનમાં મોટો હતો.રાજવીર રંગપરમાં તેના નાનાભાઇ સહદેવ સાથે રહેતો હતો અને ચાર મહિનાથી મજૂરી કામે અાવ્યો હતો.

સહદેવ ફેક્ટરીની બહાર બીડી પીતો હતો તે જોઇ રાજવીરે તેને ઠપકો આપ્યો હતો. રાજવીરે તેના ભાઇને ઠપકો આપ્યો ત્યારે ત્યાં ઊભેલા સુપરવાઇઝરે રાજવીરને ફડાકો ઝીંકી દીધો હતો. જે બાબતનું માઠું લાગતાં રાજવીરે આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. બીજીબાજુ પરિવારના આર્થિક આધારસ્તંભ એવા યુવાનના અંતિમ પગલાથી પરિવારજનો આંસુના દરિયામાં ગરક થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો