તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • જામનગરના યુવકનો ઝેર પી રાજકોટમાં આપઘાત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરના યુવકનો ઝેર પી રાજકોટમાં આપઘાત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મૃતક પાસેથી મળેલી ચિઠ્ઠીમાં નવ શખ્સોના નામ અને મોબાઇલ નંબર મળ્યા

ક્રાઇમ રિપોર્ટર | રાજકોટ

વ્યાજખોરોનાત્રાસથી વધુ એક યુવાને જિંદગીનો અંત આણવો પડ્યો હતો. જામનગરમાં રહેતા યુવકે બે દિવસ પૂર્વે રાજકોટના બાલભવન પાસે ઝેરી દવા પી લીધી હતી. યુવકે મંગળવારે સવારે દમ તોડી દીધો હતો. વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે પગલું ભર્યાનો પરિવારજનોએ આક્ષેપ કરતા પોલીસે તપાસ શરૂ કરી હતી.

જામનગરના દિગ્વિજય પ્લોટમાં રહેતા ભાવેશ કરશનભાઇ મોરઝરિયા (ઉ.વ.33) રવિવારે સવારે દાઢી કરાવવા જવાનું કહી ઘરેથી નીકળી ગયો હતો, પરિવારજનોએ તેની શોધખોળ કરવા છતાં ક્યાય પત્તો લાગ્યો નહતો. સોમવારે રાજકોટમાં બાલભવન પાસે ઝેરી દવા પી ભાવેશે તેના ફઇના પુત્ર હસમુખભાઇને ફોનથી જાણ કરતાં તેઓ દોડી ગયા હતા અને ભાવેશને હોસ્પિટલમાં ખસેડ્યો હતો, પરંતુ સારવાર કારગત નીવડી નહોતી અને મંગળવારે સવારે તેનું મોત નીપજ્યું હતું.

બે ભાઇ અને એક બહેનમાં મોટો ભાવેશ માટલા વેચી ગુજરાન ચલાવતો હતો. ભાવેશ પાસેથી એક ચિઠ્ઠી મળી આવી હતી જેમાં અજિતસિંહ, કિરીટ ઉર્ફે કાનો વેનવાળો, ધમાભાઇ, હરિશ બોમ્બે ચાઇનીઝવાળા, હરિશ, મુકેશ ઇશ્વરલાલ જેઠવા, સફીભાઇ, જયેશ અને સંજય વાળંદના નામ લખ્યા હતા અને એવું પણ લખ્યું હતું કે, બધા વ્યાજવાળાના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરું છું. પોલીસે ચિઠ્ઠી કબજે કરી હતી. બનાવથી મોરઝરિયા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

વ્યાજખોરના ત્રાસથી રવિવારે ઘર છોડ્યું હતું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો