તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આકરા પ્રહાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાર્દિકપટેલ જેલમાંથી છૂટ્યો ત્યારે તેને સુરતમાં કામરેજ પાસે એક ફાર્મમાં વિઠ્ઠલ રાદડિયા સાથે મુલાકાત કર્યા બાદ સરકાર કહે તો મધ્યસ્થી કરવાની વાત કરનાર રાદડિયાને સૌરાષ્ટ્ર પાસના અગ્રણીઓએ કાંચિડા સમાન ગણાવી સમાજને કઈ રીતે વફાદાર રહેવું તે દલિતો પાસેથી શિખવા સલાહ આપી હતી.

સૌરાષ્ટ્ર પાટીદાર અનામત આંદોલન સમિતિએ જણાવ્યું હતું કે, દલિત સમાજના ચાર યુવાનો પર અત્યાચાર ગુજારવામાં આવતાની સાથે દલિત સમાજના ભાજપ પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યો સરકાર સામે મેદાનમાં આવી ગયા. જ્યારે 25/26 ઓગસ્ટ ના રોજ સમગ્ર ગુજરાતમાં હજારો પાટીદાર ભાઈઓ-બહેનો પર પોલીસ દ્વારા અત્યાચાર ગુજારવામાં આવ્યો ત્યારે સમાજને તમારી જરુર હતી. સમયે ક્યાં ગયા હતા ? ભાઇ દલીત આગેવાનો પાસેથી કંઇક શીખો. આંદોલન સમિતીએ આક્ષેપ કર્યો હતો કે, રાદડિયા પોતાનો સ્વાર્થ સાધવા સમાજને મૂર્ખ બનાવી બે મોઢાની વાત કરે છે.

એકબીજાસામે કર્યા હતા પ્રહારો

રાદડિયાજેલમાં મળવા ગયા બાદ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, વિઠ્ઠલભાઈએ સમાજ સાથે ગદ્દારી કરવાની જરૂર નથી. તો સામે જવાબ આપતા વિઠ્ઠલભાઇએ આક્રોશમાં આવીને હાર્દિકનું માનસિક સમતોલન ઠેકાણે નથી તેવું કહી તેને પાગલ કહીને સંબોધ્યો હતો.

હાર્દિકેકહ્યું હતું કે, મારે મુદે કશુ કહેવાનું થતું નથી

રાજકોટજિલ્લાની સફરે આવેલા હાર્દિકને તેની અને વિઠ્ઠલભાઇ સાથેની મુલાકાત મુદે મૌન સેવ્યું હતું. અંગે પૂછવામાં આવ્યું ત્યારે હાર્દિકે કહ્યું હતું કે, મુદે મારે કશું કહેવાનું થતું નથી.

હાર્દિક-વિઠ્ઠલભાઈભેટી પડ્યા હતા

હાર્દિકપટેલ જેલમાંથી છૂટતાં વિઠ્ઠલભાઇને એક ફાર્મ હાઉસમાં મળવા ગયો હતો. પહેલા બંનેએ હાથ મિલાવ્યા હતા. બાદમાં બંને ભેટી પડ્યા હતા. બંનેએ હસતાં મોંઢે એક ખાટલા પર બેસીને ચર્ચા કરી હતી. બંનેએ એકબીજા માટે કહેલા કડવા નિવેદનો અને શબ્દો પાછા ખેંચી સમાધાન કર્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

વિઠ્ઠલભાઈ, સમાજને વફાદાર રહેવાનું દલિતો પાસેથી શીખો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો