તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મંગળવારે સવારે સિટીબસના કાચ ફોડી કંડક્ટરનો મોબાઇલ લૂંટી લીધો, ચાર ફરિયાદ નોંધાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંગળવારે સવારે સિટીબસના કાચ ફોડી કંડક્ટરનો મોબાઇલ લૂંટી લીધો, ચાર ફરિયાદ નોંધાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટમાં ટ્રેન અને સિટીબસ પર પથ્થરમારો, ચાંપતા બંદોબસ્ત વચ્ચે તંગદિલીભર્યો માહોલ

ઊનાનાસમઢિયાળામાં દલિત યુવકો પરના અત્યાચારના વિરોધમાં સોમવારે ગોંડલના પાંચ અને જામકંડોરણાના બે યુવકોએ ઝેરી દવા પી આપઘાતની કોશિશ કરતા હોબાળો મચી ગયો હતો. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મહત્તમ સ્થળોએ દલિતો રસ્તા પર આવી ગયા હતા અને ધમાલ શરૂ થઇ ગઇ હતી. રાજકોટ શહેરમાં સોમવાર સાંજથી માહોલ તંગ થઇ ગયો હતો અને જુદા-જુદા વિસ્તારોમાં છમકલા થયા હતા. રાત્રે મહિલા કોલેજ નજીક ટ્રેન પર પથ્થરમારો થતા આસિસ્ટન્ટ ડ્રાઇવરને ઇજા થતા તેને હોસ્પિટલમાં ખસેડાયા હતા, બીઆરટીએસ રૂટ પણ દેખાવકારોનો નિશાન બન્યું હતું. ચાંપતા બંદોબસ્ત વચ્ચે મંગળવારે સવારે સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં બસને રોકાવી દેખાવકારોએ પથ્થરમારો કરી બસના કાચ ફોડી નાખ્યા હતા, તેમજ કંડક્ટરનો મોબાઇલ લૂંટી લેવાયો હતો.

વિરોધમાં વખ ઘોળનાર યુવકોને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં દલિત સમાજના લોકો સોમવારે સાંજે ટોળાં સ્વરૂપે સિવિલ હોસ્પિટલમાં એકઠા થઇ ગયા હતા અને નજીકમાં આવેલા બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યૂ પાસે જઇ સૂત્રોચ્ચાર કર્યા હતા. ઘટનાને ગંભીરતાથી લઇ શહેરભરમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ શરૂ કરી દેવાયું હતું અને દલિત વિસ્તારોમાં ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો. આમ છતાં દલિત સમાજના યુવકો બાઇક પર જુદા-જુદા વિસ્તારોમાં ફરી દલિત પરના અત્યાચારો બંધ કરોના નારા લગાવતા હતા. રાત્રે 10.30 વાગ્યે 20 જેટલા બાઇકમાં ધસી ગયેલા ટોળાંએ નાનામવા ચોકમાં બીઆરટીએસના બસસ્ટોપ પર પથ્થરમારો કરી તમામ કાચ ફોડી નાખી રૂ.45 હજારનું નુકસાન કર્યું હતું. ધમાલ મચાવનારાઓમાં એક શખ્સ કરનરાજ લખેલા બુલેટ પર આવ્યો હતો તેમજ એક બાઇકના નંબર પોલીસને મળી ગયા હતા. પોલીસે તોડફોડ અંગે સિક્યુરિટી ગાર્ડ રમેશભાઇ હરિયાણીની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો હતો. નાનામવા સર્કલ પાસે ધમાલ કરનાર ટોળું ત્યાંથી રૈયા ટેલિફોન એક્સચેન્જ સામે આવેલા બીઅારટીએસના બસ સ્ટેશને પહોંચ્યું હતું અને ત્યાં પણ પથ્થરમારો કરી તમામ કાચ ફોડી રૂ.45 હજારનું નુકસાન કર્યું હતું. અંગે પણ ફરિયાદ નોંધાઇ હતી.

રાત્રે 11.30 વાગ્યે વેરાવળ-અમદાવાદ રૂટની ટ્રેન મહિલા કોલેજ અન્ડરબ્રિજ પરથી પસાર થતી હતી ત્યારે કોઇ શખ્સે પથ્થરનો ઘા ઝીંક્તા પથ્થર ટ્રેનના એન્જિનના ડાબી સાઇડનો બારીનો કાચ ફોડી આસિસ્ટન્ટ ડ્રાઇવર જેતલસર રહેતા ઉમેશકુમાર નુનુલાલ કુશવાહ (ઉ.વ.27)ના માથામાં અથડાતાં ઉમેશકુમાર લોહીલુહાણ થઇ ગયા હતા. ટ્રેન જંક્શન રેલવે સ્ટેશને પહોંચી ત્યારે મદદનીશ ડ્રાઇવર ઉમેશકુમારને તાકીદે હોસ્પિટલમાં ખસેડાયા હતા. પથ્થરમારાથી કાચ ફૂટી જતા 1 હજારનું નુકસાન થયું હતું. બનાવ અંગે ઉમેશકુમારે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દલિતોના રોષને પગલે શહેર પોલીસ દોડતી રહી અને આખીરાત પેટ્રોલિંગ ચાલુ રખાયું હતું.

મંગળવારે સવારે પણ મામલો થાળે પડ્યો નહોતો. સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં સિટીબસ ટોળાંની નિશાન બની હતી. સિટીબસમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા માધાપરના નવનીતભાઇ અરજણભાઇ હુંબલ અને કંડક્ટર કમલેશભાઇ કડવાભાઇ મુંધવા સવારે પોપટપરાથી રૂટ નં.26ની બસ લઇ મુસાફરોને બેસાડી ગોકુલધામ પાસે સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આંબેડકર સરકારી હોસ્પિટલ સામે પહોંચ્યા હતા ત્યારે 10 વાગ્યાના અરસામાં વિઠ્ઠલ બુકીનો પુત્ર અને અન્ય આઠ શખ્સો ધસી આવ્યા હતા અને મુસાફરોને બસમાંથી ઉતરવા નહીં દઇ ધમાલ કરી ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું. કંડક્ટર કમલેશભાઇએ વિનંતી કરતા મુસાફરોને નીચે ઉતરવા દેવાયા હતા અને ત્યારબાદ ટોળાંએ પથ્થરમારો કરી બસના કાચનો કડૂસલો બોલાવી દીધો હતો અને કંડક્ટર કમલેશભાઇ પાસે રહેલો મોબાઇલ લૂંટી ટોળું નાસી ગયું હતું. ટોળાંએ કરેલા પથ્થરમારામાં બસમાં રૂ.80 હજારનું નુકસાન થયું હતું. બનાવ અંગે નવનીતભાઇએ ફરિયાદ નોંધાવી હતી. ઉપરાંત પણ દિવસભર માહોલ તંગ રહ્યો હતો.

હોસ્પિટલ ચોકમાં ડો. આંબેડકરની પ્રતિમા પાસે મંગળવારે સવારે દલિત સમાજે ધરણાં કરી વિરોધ વ્યક્ત કર્યો હતો.

ડો. આંબેડકરની પ્રતિમા નજીક દલિતોએ કર્યા ધરણાં, પોલીસ દિવસભર ખડે પગે

BRTS બસ સ્ટોપને રૂ.1 લાખનું નુકસાન

આંદોલનકારીઓમાટે સોફ્ટ ટાર્ગેટ બની જતી બીઆરટીએસ સેવા વધુ એકવખત નિશાન બની હતી. સોમવારે રાત્રે નાનામવા ચોક અને રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસેના બસ સ્ટોપમાં દલિત સમાજના ટોળાંએ પથ્થરમારો કરી તોડફોડ કરી હતી. બન્ને જગ્યાએ રૂ.1 લાખથી વધુ નુકસાની થઇ હોવાનું મનપાના અધિકારી વાય.કે.ગોસ્વામીએ જણાવ્યું હતું.

વિજિલન્સપોલીસનું રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ

સોમવારેરાત્રે બનેલી ઘટના બાદ મનપાની વિજિલન્સ પોલીસની એક જીપનું ગોંડલ રોડ ચોકડીથી મધાપર ચોકડી સુધી પેટ્રોલિંગ શરૂ કરી દેવાયું હતું. ઉપરાંત બસ સ્ટોપ પર સિક્યુરિટી ગાર્ડ ઉપરાંત શહેર પોલીસ તથા મનપાની વિજિલન્સના સુરક્ષા જવાનોનો પણ બંદોબસ્ત ગોઠવાયો હતો.

રાજકોટ મનપા કચેરીમાં હુમલાના ભય વચ્ચે પાંખી હાજરી રહી

રાજકોટમનપા કચેરીને પણ દલિત સમાજના આંદોલનકારીઓ ગમે ત્યારે નિશાન બનાવી શકે છે એવો ખોફ દિવસભર રહ્યો હતો. અગાઉ મનપાની સેન્ટ્રલ ઝોન કચેરીના નામકરણ વખતે અને પછી પાટીદાર આંદોલનમાં વેસ્ટ ઝોન કચેરીમાં આગ ચાંપવાની ઘટના સ્મૃતિમાં આવી જતાં મંગળવારે કચેરીમાં અરજદારો-મુલાકાતીઓની પાંખી હાજરી રહી હતી. ત્યાં સુધી કે મોટાભાગના કોર્પોરેટરોએ પણ કચેરીએ આવવાનું ટાળ્યું હતું. વિવિધ કમિટીઓના ચેરમેનની ચેમ્બરમાં પણ તાળાં લટકતા હતા. શાસક અને વિપક્ષના કાર્યાલયમાં પણ આંગળીના વેઢે ગણી શકાય તેટલા ચહેરા જોવા મળ્યા હતા.

દલિત સમાજના યુવાનોને શાંતિ જાળવવા આગેવાનોની અપીલ

ઊનાનાસમઢીયા ગામે દલિત મેઘવાળ સમાજના યુવાનો પર થયેલ અત્યાચાર અને ત્યારબાદ રાજ્યમાં જે પરિસ્થિતિએ વળાંક લીધો છે તે ખુબ દુ:ખદ છે. તેમ જિલ્લા ભાજપ મંત્રી વિનુભાઈ પરમાર, પૂર્વ કોર્પોરેટર શામજીભાઈ ચાવડા, અનુસૂચિત જાતિ નિગમના ડિરેક્ટર અનિલભાઈ મકવાણાએ જણાવ્યું હતું. તેઓઅે વધુમાં કહ્યું હતું કે, ઊનાની ઘટના પાછળ જે લોકો દોષિત છે તેઓને કડક સજા થવી જોઈએ. પરંતુ મેઘવાળ દલિત સમાજના યુવાનો લાગણીમાં આવીને આપઘાતી પગલાં ભરે તેમજ શાંતિપૂર્વક દેખાવો કરે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેનો ખ્યાલ રાખી શાંતિ જાળવે.

સોમવારે રાત્રે મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે પથ્થરમારામાં ટ્રેનના મદદનીશ ડ્રાઇવરને ઇજા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો