તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • યુનિવર્સિટીના ફાર્મસી ભવનને બીજી વખત રિફ્રેશર કોર્સ માટે મંજૂરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુનિવર્સિટીના ફાર્મસી ભવનને બીજી વખત રિફ્રેશર કોર્સ માટે મંજૂરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલમાંફાર્મસી કાઉન્સિલના નવા નિયમો દિવસે ને દિવસે અઘરા થતા જાય છે ત્યારે નિયમો અંતર્ગત રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટને પોતાની ફાર્મસીનું રજિસ્ટ્રેશન સ્ટેટ ફાર્મસી દ્વારા રિન્યૂ કરાવવા માટે સ્ટેટ ફાર્મસી દ્વારા મંજૂર કરાયેલા એક કે બે દિવસના રિફ્રેશર કોર્સ અનિવાર્ય થઇ ગયા છે. હાલ ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલમાં કુલ 48500 જેટલા ફાર્મસિસ્ટ રજિસ્ટર્ડ થયા છે. દરેક ફાર્માસિસ્ટને દર પાંચ વર્ષે પોતાના રજિસ્ટ્રેશન રિન્યૂ કરાવવા પડતા હોય છે. રિન્યૂઅલ પહેલા તેમણે રિફ્રેશર કોર્સ કરવો પડતો હોય તેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવન દ્વારા આગામી 6 અને 7 ઓગસ્ટના રોજ બે દિવસનો રિફ્રેશર કોર્સ ગોઠવવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ સૌરાષ્ટ્રમાં પ્રથમ રિફ્રેશર કોર્સ જાન્યુઆરી 2016માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની વધુ જાણકારી માટે ડો.મિહીરભાઇ રાવલનો સંપર્ક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો