તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સ્ટોનકિલરના સાગર હત્યા કેસમાં રિમાન્ડ મગાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટોનકિલરના સાગર હત્યા કેસમાં રિમાન્ડ મગાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ત્રણ-ત્રણવ્યક્તિને પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારવા ઉપરાંત પણ અન્ય અનેક ગુનામાં સંડોવાયેલા સ્ટોનકિલર હિતેષ દલપત રામાવતને પોલીસે જામનગરથી ઝડપી લીધો હતો. વલ્લભભાઇ રંગાણી અને પ્રવીણભાઇ બારડના હત્યા કેસમાં તાલુકા પોલીસે રિમાન્ડ પર લઇ હિતેષની પૂછપરછ કરી હતી અને તપાસમાં અન્ય કેટલાક ગુના પણ પ્રકાશમાં આવ્યા હતા. હિતેષે ત્રણ પૈકી પ્રથમ હત્યા સાગરની કરી હતી અને અંગેનો ગુનો રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. સાગર હત્યા કેસની તપાસ પણ રેલવે પોલીસને બદલે તાલુકા પોલીસને રાજ્યના પોલીસવડાએ સોંપી હતી. તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ બી.ટી.વાઢિયાએ મંગળવારે પ્રવીણભાઇ હત્યા કેસના રિમાન્ડ પૂરા થતા હિતેષ મેવાડાને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે તેને જેલહવાલે કરતા તાલુકા પોલીસે ફરીથી હિતેષ રામાવતનો સાગર મેવાડા હત્યા કેસમાં ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવ્યો હતો. પીઆઇ વાઢિયાએ જણાવ્યું હતું કે, સ્ટોનકિલર હિતેષને બુધવારે રિમાન્ડની માગ સાથે કોર્ટમાં રજૂ કરાશે.

તાલુકા પોલીસે કબજો મેળવી તપાસ શરૂ કરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો