તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આજે કોમર્સ, મેનેજમેન્ટ અને લોના પ્રોફેસર માટેના ઇન્ટરવ્યૂ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે કોમર્સ, મેનેજમેન્ટ અને લોના પ્રોફેસર માટેના ઇન્ટરવ્યૂ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સૌરાષ્ટ્રયુનિવર્સિટીમાં બુધવારે લો, મેનેજમેન્ટ અને કોમર્સના એસોસિએટ પ્રોફેસરો અને આસિસ્ટન્ટ પ્રોફેસરોને પ્રમોશન આપવાના ઇન્ટરવ્યૂ ઉપરાંત ડિપાર્ટમેન્ટ ઓફ લોમાં એસઇબીસી કેટેગરીના આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી માટેના ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. ઇન્ટરવ્યૂમાં ફેકલ્ટીના ડીન, ત્રણ એક્સપર્ટ, જે તે ડિપાર્ટમેન્ટના હેડ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ઉપસ્થિત રહેશે.

દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ સેન્ટરમાં મંગળવારે પ્રોફેસર અને એસોસિએટ પ્રોફેસરની ભરતીના ઇન્ટરવ્યૂ યોજવામાં આવ્યા હતા. જેમાં પ્રોફેસરની પોસ્ટ માટે સાતમાંથી ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ડો.જુનારે શંકર ઓમકાર નામના ઉમેદવાર ઇન્ટરવ્યૂમાં હાજર રહ્યા હતા, જ્યારે એસોસિએટ પ્રોફેસરની જગ્યા પર ભરતી માટે કુલ 16 ઉમેદવારોને કોલ લેટર આપવામાં આવ્યા હતા. જેમાંથી 13 ઉમેદવારો હાજર રહ્યા હતા.

ઇન્ટરવ્યૂમાં બે એક્સપર્ટ, યુજીસી નોમીની અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા અધર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ઉપસ્થિત રહ્યા હતા અને ઉમેદવારોને ન્યૂ એજ્યુકેશન પોલિસી અને શિક્ષણની વર્તમાન સ્થિતિ , ક્વાલિટી એન્હાસમેન્ટ અને એક્સેલન્સને એકબીજા સાથે કઇ રીતે જોડી શકાય, ગુણવત્તાનું માપન અને મૂલ્યાંકન, વૈશ્વિકરણની વ્યવસ્થામાં અધ્યાપક કઇ રીતે પોતાનું પ્રોફેશનલ અને પિરિયોડીકલ ડેવલપમેન્ટ કરી શકે, ઉમેદવારનું વિઝન શું છે, આઇટી અને કમ્પ્યૂટર વચ્ચેનો ફરક શું છે, આઇટીની મદદથી કઇ રીતે શૈક્ષણિક માહોલ સુધારી શકાય, સહિતના સવાલો પૂછવામાં આવ્યા હતા.

જ્યારે બુધવારે લો, કોમર્સ અને મેનેજમેન્ટના ભવનના અધ્યાપકોના પ્રમોશનના ઇન્ટરવ્યૂ ઉપરાંત ડિપાર્ટમેન્ટ ઓફ લોમાં એસઇબીસી કેટેગરીના આસિસ્ટન્ટ પ્રોફેસરના ઇન્ટરવ્યૂ માટે ચાર ઉમેદવારો મેદાનમાં છે, તેમજ કોમર્સના એસોસિએટ પ્રોફેસરની ભરતી માટે એસઇબીસી કેટેગરીના ઉમેદવારોને ઇન્ટરવ્યૂના કોલ લેટર અપાયા છે, જ્યારે બિઝનેસ મેનેજમેન્ટમાં એસઇબીસી કેટેગરીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર થવા માગતા 31 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવાશે.

હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ સેન્ટરના પ્રોફેસર માટે ઇન્ટરવ્યૂ લેવાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો