તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | મોરબીરોડ પર બેડી ગામમાં અને ઇમિટેશનના કારખાનામાં નોકરી

રાજકોટ | મોરબીરોડ પર બેડી ગામમાં અને ઇમિટેશનના કારખાનામાં નોકરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | મોરબીરોડ પર બેડી ગામમાં અને ઇમિટેશનના કારખાનામાં નોકરી કરતી 17 વર્ષની તરુણી 23 નવેમ્બરના બપોરે જમવા જવાનું કહીને નીકળ્યા બાદ લાપતા બની ગઇ છે. તરુણીના પિતા દેવજીભાઇ ગગજીભાઇ બાળોદરાએ શોધખોળના અંતે અજાણ્યા શખ્સ સામે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. દેવજીભાઇએ પોલીસને જણાવ્યા મુજબ, તેને સંતાનમાં ત્રણ પુત્રી, બે પુત્ર પૈકી ઇમિટેશનના કારખાનામાં કામ જતી નાની પુત્રી બે દિવસ પહેલાં શેઠને પોતે જમવા જાય છે તેમ કહીને ગયા બાદ ગુમ થઇ ગઇ હતી. અનેક સ્થળે તપાસ કર્યા પછી પણ પત્તો લાગ્યો નથી. પીએસઆઇ આર.એસ.સાકરિયાએ લાપતા તરુણીને શોધવા તપાસ શરૂ કરી છે.

કારખાનેથી જમવા ગયેલી બેડીની તરુણી ભેદી સંજોગોમાં ગુમ

અન્ય સમાચારો પણ છે...