તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ રિપોર્ટર|રાજકોટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર|રાજકોટ

ગ્રીનલેન્ડચોકડી નજીક બગીચા પાસે સાઇડમાં પાર્ક કરાયેલી રિક્ષાને ટ્રકના ચાલકે ઠોકરે લેતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા રિક્ષાચાલકનું મૃત્યુ થયું હતું.

અકસ્માતની વિગત મુજબ, સંતકબીર રોડ પર ગોકુલનગરમાં રહેતા ગાંગાભાઇ નાગજીભાઇ ભરવાડ (ઉ.વ.45) શુક્રવારે બપોરે પોતાની રિક્ષા લઇને ગ્રીનલેન્ડ ચોકડી નજીક મિત્રને મળવા ગયા હતા. મિત્રને મળી બગીચા પાસે પાર્ક કરેલી રિક્ષામાં બેસીને રિક્ષા ચાલુ કરે પહેલાં પાછળથી આવેલા ટ્રકના ચાલકે રિક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગાંગાભાઇને કમરમાં ગંભીર ઇજા થતાં તેને સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં સારવાર દરમિયાન શનિવારે સવારે તેનું મૃત્યુ થયું હતું. મૃતકને સંતાનમાં 5 પુત્રી, બે પુત્ર છે. બનાવથી પરિવારજનો શોકમાં ગરકાવ થઇ ગયા છે. પોલીસે ટ્રકચાલકની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...