• Gujarati News
  • National
  • દર્દીઓ જ્યાં સાજા થવા જાય છે ત્યાં ગંદકીના ગંજ

દર્દીઓ જ્યાં સાજા થવા જાય છે ત્યાં ગંદકીના ગંજ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ ઝનાના હોસ્પિટલનો એક પણ ભાગ એવો નથી કે જ્યાં ઢોળાયેલા પાણી કે કચરો ના હોય, હોસ્પિટલમાં અને કેમ્પસમાં સફાઈનો સદંતર અભાવ

રાજકોટ | જ્યાં સમગ્ર દેશમાં સ્વચ્છતાને લઇને ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તમામ લોકોને સ્વચ્છતા દાખવવા અપીલ કરવામાં આવી છે, ત્યારે સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી ઝનાના હોસ્પિટલમાં સ્વચ્છતાના કોઇ નામો નિશાન જોવા મળતા નથી. હોસ્પિટલમાં ઇલેક્ટ્રિક વાયરો ખુલ્લે આમ રાખી દેવામાં આવ્યા છે. તેમજ ફ્યુઝ પર કોઇ પણ જાતનું પ્રોટેક્શન રાખવામાં આવ્યું નથી. તેમજ હોસ્પિટલની ગટર લાઇનોને ખુલ્લી મૂકી દેવામાં આવી છે. પાછળના ભાગમાં પ્રતિબંધિત પીણાની બોટલો તથા દર્દીના સગા સંબંધીઓ ખુલ્લેઆમ શૌચક્રિયા કરે છે. તેમજ હોસ્પિટલની બાથરૂમની ગટર લાઇનને પાછળના ભાગમાં ખુલ્લી મૂકી દેવામાં આવી છે. જયાં લોકો સ્વાસ્થ્યને સુધારવા માટે આવતા હોય ત્યાં ગંદકી જોવા મળે છે. તંત્ર દ્વારા સફાઈના યોગ્ય પગલાં ભરવા માગ ઊઠવા પામી છે.

> સેનેટરી નેપકીન-વાસી ખોરાકના ઢગલા

> જાહેરમાં બિયરના ખાલી ટીન

> અસહ્ય દુર્ગંધવાળા પાણીની રેલમછેલ

> ગટરની લાઈનને ખુલ્લી મૂકી દેવાઈ

> હોસ્પિટલમાં ખુલ્લી વીજલાઈન

દર્દીઓ દ્વારા પાછળના ભાગની બારીઓમાંથી કચરો ફેંકી દેવામાં આવે છે, તેમજ ત્યાંના ભાગમાં ગટરો પણ ખુલ્લી હોવાથી મહિલાઓના સેનેટરી નેપકીનની સાથે વાસી ખોરાકથી ખરાબ દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છેે.

હોસ્પિટલની પાછળના ભાગે ખરાબાના વિસ્તારમાં પ્રતિબંધિત પીણાની બોટલો ફેંકી દેવામાં આવી છે. તેમજ દર્દીના સગાઓ દ્વારા ખુલ્લા વિસ્તારોમાં શૌચક્રિયાઓ કરવામાં આવે છે.

હોસ્પિટલના પાછળના ભાગમાં ઉપરના માળેથી આવતી ગટરની લાઇનને નીચેના ભાગે જોઇન્ટ કરવામાં આવી નથી. જેના લીધે ગટરનું પાણી બહાર વહી જાય છે. લાંબા સમયથી પાણી જતું હોવાથી દુર્ગંધ પણ ફેલાઇ રહી છે.

હોસ્પિટલની આગળના ભાગમાં જ્યાં દર્દીના ઘરના પુરુષોને બેસવા માટેની જગ્યા રાખવામાં આવી છે. ત્યાં હોસ્પિટલના પહેલા માળેથી આવતી ગટરની લાઇનને ખૂલી મૂકી દેવામાં આવી છે.

હોસ્પિટલમાં બહારની લોબીમાં સગર્ભા સ્ત્રીઓની પથારીની ઉપરના ભાગે વાયરિંગની લાઇનો ખુલ્લી મૂકી દેવામાં આવી છે તેમજ ખુલ્લા વાયરો હોવાથી ગમે ત્યારે શોકસર્કિટ થતું રહે છે.

અન્ય સમાચારો પણ છે...