બિઝનેસ રિપોર્ટર|રાજકોટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બિઝનેસ રિપોર્ટર|રાજકોટ

હાલમાંઓનલાઈન શોપિંગનું ચલણ વધતું જાય છે. ઓનલાઈન વસ્તુ પસંદ આવી ગયા બાદ લોકો તે ઓર્ડર આપી ખરીદી લે છે,પરંતુ ત્યારબાદ ગ્રાહકોને સર્વિસ માટે હેરાન થવું પડી રહ્યું છે.ખાસ કરીને મોબાઈલ,ઈલેક્ટ્રોનિક સામાનની ખરીદીના કિસ્સામાં ગ્રાહકોને સમયસર સર્વિસ નહીં મળતી હોવાની ફરિયાદ ઊઠી છે. આવા કિસ્સામાં ખરીદનાર જ્યારે કંપનીના સ્ટોરમાં જાય છે ત્યારે કંપની તરફથી એવું જણાવવામાં આવે છે કે, તેઓ અધિકૃત સર્વિસ સેન્ટરમાં જાય.કંપનીના સ્ટોરમાં લાંબા સમય બાદ સર્વિસ તો મળી રહે છે, પરંતુ જ્યારે વસ્તુ વધારે પડતી ભાંગી તૂટી ગઈ હોય અથવા વધારે પડતું નુકસાન થઈ ગયું હોય એવા કિસ્સામાં વસ્તુ ચેન્જ કરવાની નોબત આવે ત્યારે ઈન્સ્યોરન્સ કાંઈ કામમાં નથી આવતું.જો કે, જીએસટી લાગુ થયા બાદ ઓનલાઈન શોપિંગ હવે પહેલા જેવી સસ્તી નથી રહી. કારણ કે, જે ટેક્સ કોઈ સ્ટોર અથવા દુકાનમાંથી લઈ ત્યારે જેટલા ટકા ટેક્સ લાગે છે તેટલો ટેક્સ ઓનલાઈન શોપિંગમાં લાગે છે.

અન્ય સમાચારો પણ છે...