તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગીતા જયંતીની આજે ભાવભેર ઉજવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુરુક્ષેત્રનાયુધ્ધ મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણે પોતાના શ્રીમુખેથી વહાવેલી ગુહ્યતમ જ્ઞાનગંગા એટલે ગીતા. જેનો પ્રવાહ આજે પણ એવો દરેક મનુષ્યને નવપલ્લવિત કરે છે. જીવનના સારને સમજવા માટે શ્રીમદ ભગવદ ગીતાનું મનન દરેક મનુષ્યના જીવનનો ઉધ્ધાર કરે છે. 30 નવેમ્બર ગુરુવારે ગીતા જયંતીની શહેરની વિવિધ સંસ્થા, મંદિરોમાં આસ્થાભેર ઉજવણી કરવામાં આવશે અને ગીતાજીના 18 અધ્યય અને શ્લોકોનું પઠન કરવામાં આવશે.

જંકશન પ્લોટ સ્થિત, ગીતા વિદ્યાલયમાં ગુરુવારે સાંજે 4.15 થી 7.30 ભગવદ્ ગીતા પારાયણ કરવામાં આવશે. ધૂપ, દીપ, ફુલોથી ગીતા મંદિરના સત્સંગ સભાખંડમાં એક સાથે 111થી વધુ ભાવિકો ભગવદગીતાના 18 અધ્યાયનું શ્લોકનું ઉચ્ચાર, સામૂહિક ગીતાપાઠ કરવામાં આવશે. જીવનને સદાચારના ગુણોથી કેળવવું હોય તો નાનપણથી ગીતાજીનું પારાયણ અધ્યયન કરવું જોઇએ તેમ ગીતા વિદ્યાલયના અધ્યક્ષ ડો.કૃષ્ણકુમાર મહેતાએ જણાવ્યું છે.

ગીતા જ્ઞાન મંદિર ટ્રસ્ટ તરફથી ગીતા જ્ઞાન મંદિર, ભક્તિનગર સર્કલ પાસે આજે ગીતા જયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમા સવારે 9.30 થી 12.30 શ્રીમદ્દ ભગવદ ગીતાજીના 18 અધ્યાયનું સંપૂર્ણ પઠન પ્રફૂલ્લાબેન વ્યાસ કરશે. બપોરે 12.30 કલાકે ભગવાનને રાજભોગ ધરાશે અને પ્રભુની આરતી ઉતારવામાં આવશે. બપોરે 2 થી 4 સંગીતમય સુંદરકાડના પાઠ, જયનાથ હોસ્પિટલ, ભક્તિનગર સર્કલ પાસે રાખેલ છે.

મનુષ્યની દરેક સમસ્યાનો ઉકેલ ગીતામાંથી મળે છે

^ગીતાસંદેશ આજે પણ માનવ જાતિ માટે એટલો ઉપયોગી છે જેટલો સદીઓ પહેલાં હતો. સાંપ્રત સમયમાં દરેક માનવ અનેક મુશ્કેલીઓથી ઘેરાયેલો છે ત્યારે ભગવદગીતામાં મનુષ્ય જીવનની દરેક સમસ્યાઓનો ઉકેલ સમાયેલો છે. પ્રત્યેક શુધ્ધ હ્યદયી (નર) દિવ્ય ચેતના, શક્તિ વિશ્વ કલ્યાણની ભાવના રાખનાર અને તે માટે જ્ઞાન-બોધ અર્પનાર (નારાયણ)નો દિવ્ય સંવાદ, સંયમ, જ્ઞાન ગુટિકા એટલે ભગવદ ગીતા. > ઘનશ્યામભાઇઠક્કર, ગાયત્રીઉપાસક

અન્ય સમાચારો પણ છે...