તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રૂપાણીનો ચૂંટણી ખર્ચ થયો રૂ.5.02 લાખ, ઇન્દ્રનીલ સહિત 3ને નોટિસ

રૂપાણીનો ચૂંટણી ખર્ચ થયો રૂ.5.02 લાખ, ઇન્દ્રનીલ સહિત 3ને નોટિસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર | રાજકોટ

વિધાનસભાનીચૂંટણી આડે હવે 9 દિવસ બાકી છે ત્યારે રાજકોટ શહેર-જિલ્લાની આઠ વિધાનસભા બેઠકના આર.ઓ. દ્વારા તમામ ઉમેદવારોને ખર્ચનો હિસાબ રજૂ કરવા ત્રણ મુદ્દત આપી દેવામાં આવી છે જેમાં 69-રાજકોટમાં પ્રથમ મુદ્દતે કોંગ્રેસના ઉમેદવાર સહિત ત્રણ ઉમેદવારોએ ખર્ચનો હિસાબ રજૂ કરતા તેમને નોટિસ આપવામાં આવી છે જ્યારે અન્ય 12 ઉમેદવારોમાં સૌથી વધુ ખર્ચ ભાજપના ઉમેદવાર વિજયભાઇ રૂપાણીએ કર્યાની વિગતો રજૂ કરી છે.

69-રાજકોટના ભાજપના ઉમેદવાર વિજયભાઇ રૂપાણીએ ઉમેદવારીપત્રો ભર્યા ત્યારથી અત્યાર સુધીમાં રૂ.5,02,801નો ખર્ચ રજૂ કર્યો છે. જેમાં ઉમેદવારીની ફી, સ્ટેમ્પનો ખર્ચ, જાહેરસભાઓ, રેલી, કાર્યાલય ખર્ચો, ચા-પાણી નાસ્તાના ખર્ચાઓ, બેનરો સહિતના ખર્ચનો સમાવેશ થાય છે.

જ્યારે ખર્ચનો હિસાબ રજૂ કરનારા કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ, ભરત વિરાણી અને ધર્મેશ ઉપાધ્યાયને રિટર્નિંગ ઓફિસરે નોટિસ આપી છે અને 1 ડિસેમ્બરના રોજ બપોરે 3 વાગ્યા સુધીમાં હિસાબ રજૂ કરવા તાકીદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...