તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટમાં પદ્માવતીના વિરોધમાં ક્ષત્રિયોની રેલી

રાજકોટમાં પદ્માવતીના વિરોધમાં ક્ષત્રિયોની રેલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લાઘણા સમયથી ફિલ્મ પદ્માવતીની લઇને ચાલી રહેલા વિવાદમાં બુધવારે ગૌરવ સ્વાભિમાન સભા યોજી હતી. પદ્માવતીને મા સમાન ગણતા ક્ષત્રિય સમાજે મુદ્દે ફિલ્મના નિર્માતા સંજય લીલા ભણસાલીની આકરી ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે કોઇપણ સમાજને સ્પર્શતા મુદ્દે લોકોની લાગણી દુ:ભાય તેવી ફિલ્મો બનાવવા બુધવારે મળેલી પ્રેસ કોન્ફરન્સમાં શેરસિંહ રાણાએ જણાવ્યું હતું.

પદ્માવતી ફિલ્મ મુદ્દે એ. જી. ચોક, કાલાવડ રોડ ખાતે મળેલી બેઠકમાં શેરસિંહ રાણા, ખિરસરા પેલેસના દિલીપસિંહ રાણા સહિતના ક્ષત્રિય અગ્રણી, યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. ફિલ્મને 6 રાજ્યોમાં બંધ કરાયાનો ઉલ્લેખ કરાયો હતો સરકાર મામલે કોઇ યોગ્ય પગલાં ભરે અને ફિલ્મને સમગ્ર દેશમાં બંધ કરવાની માંગ કરી હતી. જો સરકાર મુદ્દે કોઇપણ જગ્યાએ ફિલ્મ બતાવવાની છૂટ આપશે તો તેની સામે આક્રમક આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

રાજકોટમાં સોમવારે ફિલ્મ મામલે ક્ષત્રિય સમાજની વિશાળ રેલી નાનામવા ચોકથી શરૂ થઇ એ.જી.ચોક કાલાવડ રોડ ખાતે જનસભામાં પરિવર્તિત થઇ હતી. સમાજના આદર્શ ગણાતા શેરસિંહ રાણાની આગેવાનીમાં નીકળી હતી. રેલીમાં 20 ઘોડા, બાઇક, જીપ સહિતના વાહનોમાં ક્ષત્રિય યુવાનોએ ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલી હાય હાયના નારા લગાવ્યા હતા.

ભણસાલીએ ક્ષત્રિય સમાજની લાગણી દુ:ભાવી : શેરસિંહ રાણા

અન્ય સમાચારો પણ છે...