તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ માર્કેટયાર્ડમાં ઘઉંની હરાજી બીજા દિવસે પણ બંધ

રાજકોટ માર્કેટયાર્ડમાં ઘઉંની હરાજી બીજા દિવસે પણ બંધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાર્કેટયાર્ડમાં મજૂરી પ્રશ્ને વેપારી અને મજૂરો વચ્ચે થયેલી માથાકૂટ બીજા દિવસે બુધવારે પણ યથાવત રહી હતી. જેના કારણે બુધવારે પણ યાર્ડમાં ઘઉંની હરાજી થઈ હતી નહી. જ્યાં સુધી મજૂરીના પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આવક નહીં સ્વીકારવા વેપારીઅો મક્કમ છે. બે દિવસથી ઘઉંની હરાજી બંધ રહેતા 500થી વધારે મજૂરો માટે મજૂરીનો પ્રશ્ન ઊભો થયો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 10 દિવસમાં બીજી વખત ઘઉંની હરાજી બંધ રહી છે. અાની પહેલા જ્યારે માથાકૂટ થઈ હતી ત્યારે 3 દિવસ હરાજી બંધ રહી હતી. ઉપરાંત યાર્ડમાં મગફળીની આવક બંધ રાખવામાં આવી હતી તે બુધવારથી શરૂ કરી દેવામાં આવી છે. તેની સાથે મગફળીના ટેકાના કેન્દ્રમાં પણ બુધવારથી ખરીદી શરૂ કરી દેવામાં આવી છે. જેને કારણે ખેડૂતોમાં રાહતની લાગણી ફેલાઈ છે. અગાઉ જીએસટી મુદ્દે કમિશન અેજન્ટોએ હડતાલ પાડી હતી અને ત્યારબાદ જીનર્સોએ કપાસની ખરીદી બંધ કરી અને પછી મજૂરી મુદ્દે માથાકૂટ થતા બે વખત ઘઉંની હરાજી બંધ રહી છે. જેના કારણે લાખો રૂપિયાનું ટર્નઓવર ઠપ થઇ ગયું હતું.

મગફળીની આવક શરૂ કરી દેવાઇ

અન્ય સમાચારો પણ છે...