તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • િરપ્શા જાનીએ મેળવ્યો રાષ્ટ્રીયકક્ષાએ મેડલ

િરપ્શા જાનીએ મેળવ્યો રાષ્ટ્રીયકક્ષાએ મેડલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિલ્હીખાતે ચાલી રહેલી 63મી રાષ્ટ્રીયકક્ષાની તરણ સ્પર્ધામાં ગુજરાતની ટીમ વતી રાજકોટની મહિલા ખેલાડીએ વધુ એક મેડલ મેળવ્યો છે. તરણ સ્પર્ધામાં અન્ડર-14 ગર્લ્સની મીડલે રિલે ઇવેન્ટ યોજાઇ હતી. જેમાં ગુજરાતની ટીમે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ગુજરાત ટીમમાં રાજકોટની રિપ્શા જાની ઉપરાંત આરુષિ, આર્યા ઠક્કર અને નિવા શર્મા હતી. રાજકોટની રિપ્શા જાની કોચ નૈમિષ રાજ્યગુરૂ પાસે તાલીમ મેળવી રહી છે. રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધામાં રાજકોટે વધુ એક મેડલ મેળવતાં ખુશીનો માહોલ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...