તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હોટેલોમાં ક્યાંક 18 ટકા તો ક્યાંક 5 ટકા GST, કેટલીક હોટેલો ટેક્સ લેતી નથી

હોટેલોમાં ક્યાંક 18 ટકા તો ક્યાંક 5 ટકા GST, કેટલીક હોટેલો ટેક્સ લેતી નથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીએસટીલાગુ થયા બાદ હોટેલ-રેસ્ટોરન્ટમાં જમવા પર 18 ટકા ટેક્સ લદાયો હતો. બાદમાં જીએસટી કાઉન્સીલે નોટિફિકેશન બહાર પાડી વિવિધ ચીજ-વસ્તુઓ, સેવાઓ પર જીએસટીના દર ઘટાડ્યા છે જેમાં હોટેલ-રેસ્ટોરન્ટમાં જમવા પર 18ને બદલે 5 ટકા જીએસટી કરાયો છે. આમછતાં અમુક હોટેલ અને રેસ્ટોરન્ટમાં 18 ટકા તો કોઈ જગ્યાએ 5 ટકા જીઅેસટી વસૂલવામાં આવે છે. જ્યારે કેટલાક રેસ્ટોરન્ટમાં જીએસટી વસૂલાતો નથી. તો કેટલીક હોટેલ અને રેસ્ટોરન્ટના બિલમાં જીઅેસટી વસૂલાતની રકમ દર્શાવવામાં આવે છે પણ વસૂલ કરાયેલી ટકાવારી નહીં. ગ્રાહકોની અજ્ઞાનતાને કારણે અમુક હોટેલ-રેસ્ટોરાં સંચાલકો હજુ પણ બીલ પર 18 ટકા જીએસટી વસુલીને ગ્રાહકોને લૂંટી રહ્યા છે.

શહેરની અલગ-અલગ ત્રણ હોટેલમાં જમવા ગયેલા ગ્રાહકોને હોટેલ સંચાલકોએ આપેલા બીલમાં એકમાં 18 ટકા, અન્ય બીલમાં 5 ટકા જીએસટી વસુલાયો છે. જ્યારે અન્ય એક હોટેલ સંચાલકે ગ્રાહક પાસેથી એક રૂપિયાનો ટેક્સ વસુલ્યો હતો તેના પુરાવા.

જીઅેસટી કાઉન્સિલનો નવો ટેકસ રેટ

જમવાનીબાબતમાં હોટેલ અને રેસ્ટોરન્ટ ઉપર 5 ટકા જીઅેસટી લાગુ કરી દેવામાં આવ્યો છે અને સાથે ઈનપૂટ ટેક્સ ક્રેડિટ અાપવામાં આવતી હતી તે બંધ કરી દીધી છે. જૂના નિયમ મુજબ અેસી રેસ્ટોરન્ટ અને હોટેલ ઉપર 18 ટકા જીએસટી હતો અને નોન એસી હોટેલ અને રેસ્ટોરન્ટ ઉપર 5 ટકા જીએસટી લાગુ હતો.

હોટેલ-રેસ્ટોરાં સંચાલકો પોતાની રીતે જમવાના બિલ ઉપર વસૂલે છે ટેક્સ

અન્ય સમાચારો પણ છે...