તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રિટર્ન ફાઇલિંગનો આંક 50 લાખને પાર, વેરાે 50 હજાર કરોડ ઉપર જશે

રિટર્ન ફાઇલિંગનો આંક 50 લાખને પાર, વેરાે 50 હજાર કરોડ ઉપર જશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોટબંધીથીઆઇટી રિટર્નમાં ચોક્કસ ઉછાળો જોવા મળ્યો છે. રાજયમાં રિટર્ન ફાઇલ કરનારાઓની સંખ્યા 50 લાખને પાર થઈ ગઈ છે. ગત નાણાકીય વર્ષ કરતાં રિટર્ન ફાઇલ કરનારાઓની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે. કરદાતાઓની સંખ્યા વધતાં હવે રાજયનો આવકવેરા ટાર્ગેટ 50 હજાર કરોડને પાર થઈ જવાની સંભાવના વ્યક્ત થઇ રહી છે. નોટબંધી બાદ નાના લોકોએ પણ રિટર્ન ફાઇલ કરતાં ઉછાળો આવ્યો છે.

કેન્દ્ર સરકારના 500 અને 1000ની નોટ ચલણમાંથી પરત ખેંચવાના નિર્ણય બાદ અનેક લોકોએ બેન્ક એકાઉન્ટ ખોલાવવાની ફરજ પડી હતી. તો કેટલાંકના એકાઉન્ટ આઇટી લિમિટ (2.50 લાખ) ની વટાવી ગયા હતા. આથી વર્ષ 2017-18ના આઇટી રિટર્નમાં તમામે રોકડ અંગેની વિગતો ઉમેરવી પડી હતી, તો કેટલાંકે પહેલીવાર રિટર્ન પણ ફાઇલ કર્યા હતા. અલબત્ત, માર્ચ-2017 સુધી પણ કેટલાંક કરદાતાઓએ હાથ પર રોકડ બતાવીને પણ રિટર્ન ફાઇલ કર્યા હતા. જો કે, તમામની ગણતરી ઉંઘી પડી છે અને હાલ આવા કેસ માટે સ્ક્રુટિની નોટિસો મળી રહી છે. આઇટી સૂત્રો જણાવી રહ્યા છે કે નાણાકિય વર્ષ 2017-18 માટે ફાઇલ કરાયેલાં રિટર્નની સંખ્યા 50.36 લાખ થઈ ગઈ છે. નોંધનીય છે કે આમાં ઓડિટ કરાવનારાઓ પણ સામેલ છે.

ગત વર્ષ કરતાં બમણાં રિટર્ન ફાઇલ થતાં આઇટી પણ સ્તબ્ધ : ટેક્સ વધવાની સંભાવના

નોટબંધીએ રાજયમાં રિટર્નનો પિટારો છલકાવી દીધો

અન્ય સમાચારો પણ છે...