તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ ST ડિવિઝનની 100 બસ ચૂંટણી કામગીરીમાં દોડશે

રાજકોટ ST ડિવિઝનની 100 બસ ચૂંટણી કામગીરીમાં દોડશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | રાજકોટ

9ડિસેમ્બરનાં વિધાનસભાની ચૂંટણીમાં ફરજ પર રહેનાર પોલિંગ એજન્ટ તેમજ સુરક્ષા કર્મચારીઓને મતદાન મથક સુધી લેવા-મુકવા માટે રાજકોટ એસ.ટી. ડિવિઝનની 100 જેટલી બસ ફાળવવામાં આવી હોવાનું વિભાગીય નિયામક દિનેશભાઇ જેઠવાએ જણાવ્યું છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 9 ડિસેમ્બરનાં રોજ પ્રથમ તબક્કાની ચૂંટણી રોજ યોજાનાર છે. જેને કારણે ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે ચૂંટણીમાં ફરજ બજાવનાર પોલિંગ એજન્ટ, સુરક્ષા કર્મચારીઓને મતદાન મથક સુધી લેવા-મુકવા માટે ચૂંટણીપંચે રાજ્યના સ્ટેટ ટ્રાન્સપોર્ટ વિભાગ પાસે માંગણી કરવામાં આવી હતી. જે માંગણીને પગલે રાજકોટ ડિવિઝનની 100 એસ.ટી.બસ 8 અને 9 ડિસેમ્બર એમ બે દિવસ માટે ફાળવવામાં આવી છે.

તકે વિભાગીય નિયામક જેઠવાના જણાવ્યા મુજબ, રાજકોટ ડિવિઝન પાસે 55 જેટલી બસ એકસ્ટ્રા હોવાથી તેનો ઉપયોગ ચૂંટણી સહિતના કાર્યક્રમોમાં કરવામાં આવે છે. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણી માટે ફાળવેલી 100 બસોને કારણે લોકોને કોઇ મુશ્કેલીઓનો સામનો કરવો પડે તે માટે એક પણ રૂટ કેન્સલ કરવામાં નહિ આવે તેમ અધિકારી જેઠવાએ કહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...