તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગાયત્રી શક્તિપીઠ દ્વારા ગાયત્રી સ્વાધ્યાય યોજાશે

ગાયત્રી શક્તિપીઠ દ્વારા ગાયત્રી સ્વાધ્યાય યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાયત્રી શક્તિપીઠ દ્વારા ગાયત્રી સ્વાધ્યાય યોજાશે

રાજકોટ: ગાયત્રીશક્તિપીઠ યુવા સ્વાધ્યાય કેન્દ્ર રાજકોટ દ્વારા તા. 29મીને બુધવારે ગાયત્રી સ્વાધ્યાય શ્રી ગાયત્રી શક્તિપીઠ, 7, વૈશાલીનગર રાજકોટ ખાતે રાત્રે 9 થી 10 સુધી યોજાશે. ભાવિકજનોને લાભ લેવા યાદીમાં જણાવાયું છે.

ત્રિલોકસેવા ગ્રૂપ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ

રાજકોટ: ત્રિલોક કૃપા સેવા ગ્રૂપ દ્વારા સમૂહલગ્ન 7મી ફેબ્રુઆરીના રાજકોટમાં યોજાશે. સમૂહલગ્નમાં જોડાવા ઇચ્છુકોએ નામ નોંધણી માટે સિતારામ સોસાયટી-7, કોઠારિયા મેઇન રોડ રાજકોટનો સંપર્ક સાધવો.

દશાસોરઠિયા વણિક નૂતન મંડળનો કેળવણી સમારોહ

રાજકોટ: રેસકોર્સમાંઆવેલા બાલભવન ખાતે તા. 29 નવેમ્બરને બુધવારના રોજ દશા સોરઠિયા વણિક નૂતન યુવક મંડળનો કેળવણી સમારોહનો આયોજન કરવામાં આવ્યું છે. કેળવણી સમારોહનું પ્રારંભ સાંજે 4 વાગ્યે થશે. તેમ પ્રમુખ શૈલેષભાઇ લોટિયાની યાદીમાં જણાવાયું છે.

સદગતરાજીવ દિક્ષિતજીને શ્રધ્ધાંજલિ અપાશે

રાજકોટ: સ્વદેશીઅને સ્વાવલંબી ભારતના પ્રણેતા રાજીવ દિક્ષિતજીનો 30 મી નવેમ્બરે જન્મદિવસ અને બલિદાન દિવસ પણ છે. શ્રધ્ધાંજલિ આપવા માટે તા. 30મીને ગુરુવારે સાંજે 4 વાગ્યે ચંદ્રશેખર આઝાદ બાગ, પ્રેમમંદિર સામે કાલાવડ રોડ ખાતે આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...