તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કુંડલિયા કોલેજની વિદ્યાર્થિનીઓ માટે એલ્યુમની મિટ 2017 યોજાશે

કુંડલિયા કોલેજની વિદ્યાર્થિનીઓ માટે એલ્યુમની મિટ -2017 યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુંડલિયા કોલેજની વિદ્યાર્થિનીઓ માટે એલ્યુમની મિટ -2017 યોજાશે

રાજકોટ: સ્વ.એમ.જે. કુંડલિયા આર્ટસ, કોમર્સ અને કમ્પ્યૂટર સાયન્સ મહિલા કોલેજના કમ્પ્યૂટર વિભાગની બહેનો દ્વારા એલ્યુમની મિટ - 2017 તા. 27 ડિસેમ્બરના રોજ યોજાશે. જે અન્વયે કોલેજની પૂર્વ વિદ્યાર્થિનીઓ કોલેજ કાર્યાલયનો સંપર્ક કરી રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

મચ્છુકઠિયા દરજી જ્ઞાતિ દ્વારા 11 દીકરીઓના સમૂહલગ્ન યોજાશે

રાજકોટ: રાજકોટમચ્છુ કઠિયા સઇ સુતાર (દરજી) જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા તા. 18મી ફેબ્રુઅારી - 2018ને રવિવારના રોજ 11 દીકરીઓના સમૂહલગ્નનું આયોજન કરાયું છે. જે અંગે લગ્ન નોંધણી માટે તા. 1 ડિસેમ્બરથી ફોર્મનું વિતરણ કરાશે. જે તા. 17 ડિસેમ્બરના સાંજે 4 કલાક સુધીમાં ફોર્મ ભરવાના રહેશે. વધુ વિગત માટે કમર ગંગા વાડી ખાતે સંપર્ક કરવો.

રાધેશ્યામગૌશાળામાં ગુરુવારે ગીતાજીના પાઠનો કાર્યક્રમ યોજાશે

રાજકોટ: રાધેશ્યામગૌશાળા, રૈયાધાર, પાણીના ટાંકા પાસે, ગાંધીગ્રામ, માં 30 નવેમ્બર ગુરુવારના સવારે 8 કલાકે અને સાંજે 7.30 બાળકો માટે બટુક ભોજન અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાશે. રાતે 9.30 કલાકે સંતવાણીનું આયોજન કરાયું છે. જેમાં જાણીતા લોકગાયકો ધૂન, ભજનની રમઝટ બોલાવશે. ભાવિકએ ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...