તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિને રેડ રિબીનનો કાર્યક્રમ

1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિને રેડ રિબીનનો કાર્યક્રમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિને રેડ રિબીનનો કાર્યક્રમ

રાજકોટ: એચઆઇવી,એઇડ્સ પરત્વે લોકોને જાગૃત રહેવા માટે 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિન તરીકે સમગ્ર ભારત સહિતના દેશોમાં ઉજવાય છે. રાજકોટમાં એઇડ્સ પ્રિવેન્શન ક્લબ દ્વારા 1 ડિસેમ્બરે રાજકોટ શહેર, જિલ્લાની 1 હજારથી વધુ શાળાઓના મેદાનમાં રેડ રિબીનનું નિર્માણ કરી ઉજવણી કરાશે.30 નવેમ્બરે વિરાણી શાળામાં સવારે 1500 વિદ્યાર્થી રેડ રિબીન બનાવશે. 1 ડિસેમ્બરે કણસાગરા મહિલા કોલેજમાં એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ માટે સેમિનાર અને ‘વોક ફોર એઇડ્સ’ જનજાગૃતિ રેલી કોલેજથી સ્વામિનારાયણ મંદિર, અંડરબ્રીજ, કિશાનપરા ચોક વગેરે સ્થળે ફરશે. સવારે 11 કલાકે આત્મીય કોલેજમાં 1500 વિદ્યાર્થીઓ રેડ રિબીન નિર્માણ કરશે. બપોરે 3 કલાકે પંચશીલ શાળામાં કેન્ડલ લાઇટ રેડ રિબીન બનાવવામાં આવશે. 2 ડિસેમ્બરે સવારે 8.30 કલાકે જી.ટી.શેઠ સ્કૂલ, કાલાવડ રોડ ખાતે વિદ્યાર્થીઓ રેડ રિબીન બનાવશે. 30 નવેમ્બરથી 31 માર્ચ 200થી વધુ વિવિધ એઇડ્સ જનજાગૃતિ કાર્યક્રમો સંસ્થા તરફથી યોજાશે. જેમાં વિવિધ સંસ્થા, શાળા, કોલેજને આવરી લઇ એઇડ્સ જેવા જીવલેણ રોગ સામે કેવી રીતે સજાગ રહેવું તેના વિશે માહિતી અપાશે. તેમ ક્લબના સંચાલન અરૂણભાઇ દવેએ જણાવ્યું છે.

રઘુવંશીચિલ્ડ્રન સોસાયટી દ્વારા બાળકો માટે બૌધ્ધિક કસોટી સ્પર્ધા યોજાશે

રાજકોટ: રઘુવંશીચિલ્ડ્રન સોસાયટી રાજકોટ દ્વારા જ્ઞાતિના બાળકો માટે ઓબ્જેક્ટિવ લેખિત બૌધ્ધિક કસોટી સ્પર્ધા યોજાશે. ભાગ લેવા માગતા બાળકોના વાલીઓએ તા. 2 ડિસેમ્બરને શનિવારે સાંજે 4 થી 6 દરમિયાન જયંતભાઇ પાંઉ, 314-અમર આર્કેડ, 1, મનહર પ્લોટ ખાતે, ભરતભાઇ બોદાણી, બોદાણી સાઉન્ડ, મિલપરા મેઇન રોડ, રમણભાઇ કોટક, નથવાણી કુંડલિયા હોલ, જલારામ ચોક, વાણિયાવાડી ખાતે સંપર્ક કરવાનો રહેશે.

આજેભાતેલિયા સ્મૃતિ સંસ્થાન દ્વારા બહેનો માટે સર્વરોગ નિ:શુલ્ક નિદાન શિબિર

રાજકોટ: સ્વ.જે.ડી.ભાતેલિયાસ્મૃતિ સંસ્થાન દ્વારા નેશનલ યુથ પ્રોજેક્ટના સહકારથી 29 નવેમ્બરના સંજીવની હેલ્થકેર સેન્ટર, 212, મારુતિનંદન કોમ્પ્લેક્સ, જવાહર રોડ ખાતે સવારે 11 થી 12.45 અને સાંજે 7 થી 7.45 દરમિયાન યોજાશે. ઉપરાંત 30 નવેમ્બરના ડો.જાગૃતિબેનના માર્ગદર્શન હેઠળ શિવધામ શોપ નં-1, પુષ્કરધામ, વિમલનગર મેઇન રોડ રાજકોટમાં સવારે 10.30 થી 12.30 અને સાંજે 5.30 થી 6.30 કલાકે બહેનો નિ:શુલ્ક આયુર્વેદિક નિદાન, માર્ગદર્શન શિબિર યોજાશે.

અન્ય સમાચારો પણ છે...