તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રેલનગરમાં રાજકારણીઓએ ફરકવું નહીં, મતદાનનો બહિષ્કાર

રેલનગરમાં રાજકારણીઓએ ફરકવું નહીં, મતદાનનો બહિષ્કાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

એકવખતમત લઇને પછીના પાંચ વર્ષ પ્રજાના હિતને અભેરાઇએ ચડાવી દેનારા રાજકીય નેતાઓને જનતા ખરા સમયે પાઠ ભણાવે છે. આવો આકરો મિજાજ રેલનગરના અનેક વિસ્તારના રહેવાસીઓએ દેખાડ્યો છે. દ્વારકેશ રેસિડેન્સી, શિવમપાર્ક, ક્રિષ્ના લોર્ડ રેસિડેન્સી, મુખ્યમંત્રી આવાસ યોજના, સાધુ વાસવાણી રોડને લાગુ વિસ્તારના રહેવાસીઓ રોડના પ્રશ્ને અગાઉ રસ્તા પર ઉતરી આવ્યાં બાદ હવે મતદાનનો બહિષ્કાર કરવાનું એલાન આપ્યું છે. કોઇપણ પક્ષના નેતાઓએ મત માગવા વિસ્તારમાં પ્રવેશ કરવો નહીં તેવી ગર્ભિત ચેતવણી પણ આપી છે.

રાજકોટ વિધાનસભા 68 હેઠળ આવતા રેલનગરના રહેવાસીઓમાં પ્રાથમિક સુવિધાને લઇને આક્રોશ જોવા મળ્યો છે. ખાસ કરીને દ્વારકેશ રેસિડેન્સી, શિવમપાર્ક, ક્રિષ્ના લોર્ડ રેસિડેન્સી, મુખ્યમંત્રી આવાસ યોજના, સાધુ વાસવાણી રોડને લાગુ વિસ્તારમાં ગંદકી, અને મુખ્યત્વે રોડની સમસ્યા લાંબા સમયથી છે. ગાડા માર્ગને પણ સારો કહે તેવા બિસમાર રસ્તાની હાલત છે. ડામર રોડ કરવા અનેકવખત રજૂઆત કરવા છતાં પ્રજાની સમસ્યા પરત્વે ધ્યાન આપવામા આવતા હવે ચૂંટણી ટાંણે જનતા જનાર્દને પરચો આપવાનો મિજાજ દેખાડ્યો છે.

ઉક્ત વિસ્તારના રહેવાસીઓએ મતદાનનો બહિષ્કાર કરવાનું એલાન આપ્યું છે. એવી સ્પષ્ટ ચેતવણી આપી છે કે, ભાજપ હોય કે કોંગ્રેસ, કોઇપણ પક્ષના નેતાઓએ પ્રચાર માટે વિસ્તારમાં પ્રવેશ કરવો નહીં.

અન્ય સમાચારો પણ છે...