તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કુંજ સોસાયટીનો શખ્સ વિદેશીદારૂ સાથે પકડાયો

કુંજ સોસાયટીનો શખ્સ વિદેશીદારૂ સાથે પકડાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેલનગર,સાધુવાસવાણી કુંજ સોસાયટી પાસે સોમવારે રાતે પ્રદ્યુમનનગર પોલીસના પીએસઆઇ એચ.એમ.રાણા, કોન્સ. મનજીભાઇ ડાંગર સહિતનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે એક ટુ વ્હીલને અટકાવ્યું હતું. પૂછપરછ કરતાં ચાલક વિસ્તારમાં આવેલા ભક્તિપાર્ક-1માં રહેતો પ્રકાશ ઉર્ફે ચકો બાલુભાઇ ચૌહાણ હોવાનું કહ્યું હતું. જ્યારે તેની વાહનની ડેકી ચેક કરતાં અંદરથી વિદેશીદારૂની 10 બોટલ મળી આવી હતી. પોલીસે વિદેશીદારૂ અને વાહન કબજે કરી પ્રકાશ ઉર્ફે ચકા સામે જરૂરી કાર્યવાહી કરી છે. અન્ય એક બનાવમાં જામનગર રોડ, માધાપર ગામમાંથી ગાંધીગ્રામ પોલીસે માધાપરના મહેશ કાનજીભાઇ બાબરિયાને વાહન પર દારૂ પીધેલી હાલતમાં પકડી લઇ કાયદેસરની કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...