તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બેટરી અને ઇલેક્ટ્રિક મોટર ચોરતી તસ્કર બેલડી ઝડપાઇ

બેટરી અને ઇલેક્ટ્રિક મોટર ચોરતી તસ્કર બેલડી ઝડપાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ

વિધાનસભાનીચૂંટણી સંદર્ભે આજીડેમ પોલીસમથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બે રીઢા તસ્કરો કોઠારિયા રોડ પર ચોરાઉ મુદ્દામાલ વેચવા નીકળ્યાની બાતમીના આધારે ઝડપી લેતા સંખ્યાબંધ ચોરીના ભેદ ખૂલવા પામ્યા છે. પોલીસે બન્ને શખ્સો પાસેથી 15 બેટરી અને 3 ઇલેક્ટ્રિક મોટર સહિત કુલ રૂ.60 હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યા અનુસાર પી.આઇ. પી.એન.વાઘેલાની સૂચનાથી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ડી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બે શખ્સો કોઠારિયા રોડ પર ચોરાઉ મુદ્દામાલ વેચવા નીકળ્યાની બાતમી મળતા મનોજ લાખાભાઇ વારા(ઉ.વ.30, રે.કોઠારિયા સોલવન્ટ, શીતળાધાર મ.પરા, 25 વારિયા) અને રવિ રાજુભાઇ વઢવાણિયા(ઉ.વ.20 રે.સાતહનુમાન પાસે ઝૂંપડામાં, કુવાડવા રોડ)ને ઝડપી લીધા હતા અને મનોજ વારાના મકાનની તલાશી લેતા અલગ-અલગ કંપનીઓની બેટરી નંગ 15 અને ઇલેક્ટ્રિક મોટર નંગ-3 મળી કુલ રૂ.60000નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બન્ને રીઢા તસ્કરોએ અગાઉ ચોરી કરેલા 30 રેડિયેટર અલગ-અલગ સ્થળે વેચી નાખ્યાની અને 1200 કિલો ભંગાર પટેલ વિહાર પાસે ભંગારના ડેલામાં વેચી નાખ્યાની કબૂલાત કરતા પોલીસે તે કબજે કરવા તજવીજ હાથ ધરી છે.

પકડાયેલા બન્ને શખ્સોએ અગાઉ કેટલી જગ્યાએ ચોરી કરી છે અને ક્યાં-ક્યાં મુદામાલ વેચ્યો છે તે અંગે પુછપરછ કરવા બન્ને રિમાન્ડ પર લેવા પોલીસે કાર્યવાહી કરી હતી.

15 બેટરી અને 3 ઇલેક્ટ્રિક મોટર સહિત કુલ રૂ.60000નો મુદ્દામાલ કબજે કરાયો

અન્ય સમાચારો પણ છે...