તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હિસાબો રજૂ નહીં કરનાર ઉમેદવારોને રેલી, સભાની મંજૂરી નહીં અપાય

હિસાબો રજૂ નહીં કરનાર ઉમેદવારોને રેલી, સભાની મંજૂરી નહીં અપાય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડિસ્ટ્રિક્ટ રિપોર્ટર| રાજકોટ

રાજકોટજિલ્લાની આઠ બેઠક પરના 104 ઉમેદવારોએ નિયમ મુજબ અને નિયત નમૂના હેઠળ ખર્ચનો હિસાબ રજૂ નહીં કરતા ખર્ચ નિરીક્ષકોએ નોટિસ સહિતની કાર્યવાહી શરૂ કરી છે. રાજકોટ સાઉથ, ધોરાજી, જેતપુર સહિતની બેઠક પરના ઉમેદવારો ખર્ચનો હિસાબ રજૂ નહીં કરે તો રેલી, સભા, વાહનોની મંજૂરી અકટાવી દેવાની ચીમકી ખર્ચ નિરીક્ષકે આપી છે. રાજકોટ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને જેતપુરના ખર્ચ નિરીક્ષકે જણાવ્યું હતું કે, જેતપુર વિધાનસભા બેઠક પર માત્ર બે ઉમેદવારોએ ખર્ચનો હિસાબ રજૂ કરતા બાકીના તમામ ઉમેદવારોને નોટિસ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...