તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આજથી ટેકાના કેન્દ્રમાં મગફળીની ખરીદી શરૂ

આજથી ટેકાના કેન્દ્રમાં મગફળીની ખરીદી શરૂ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માર્કેટયાર્ડમાંતથા ટેકાના ભાવના ખરીદ કેન્દ્રમાં મગફળીનો જથ્થો વધી જતા છેલ્લા એક સપ્તાહથી બન્ને સ્થળોએ હરાજી બંધ રાખવામાં આવી છે. મગફળી રાખવા માટે જગ્યા કરવા માટે પડધરી ખાતે મગફળીનો જથ્થો ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી.જે હાલમાં પણ ચાલુ છે,પરંતુ કામચલાઉ તબક્કે ખેડૂતો જે જથ્થો લાવે છે તે રાખવા માટેની જગ્યા થઈ જતા બુધવારથી ટેકાના કેન્દ્રમાં ખરીદી શરૂ કરી દેવામાં આવશે.

અંગે ખરીદ વેચાણ સંઘના પ્રમુખ મગનભાઈ ઘોણિયાના જણાવ્યાનુસાર કેન્દ્રમાં 2 લાખ ગુણીનો ભરાવો થઈ ગયો હતો અને અત્યાર સુધી 2000 ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી ટેકાના કેન્દ્રમાં કરવામાં આવી છે. ટેકાના કેન્દ્રની જેમ યાર્ડમાં પણ મગફળીનો જથ્થો વધી જતા ત્યાં પણ ખરીદી બંધ રાખવામાં આવી છે.જે આગામી દિવસોમાં રાબેતા મુજબ કામગીરી થઈ જશે. મગફળીની ખરીદી શરૂ થઇ જતાં જે ખેડૂતોએ પાક ઉતારી દીધો છે તેમને ફાયદો થશે. માર્કેટ યાર્ડના નિર્ણયથી ખેડૂતોમાં રાહતની લાગણી ફેલાઇ છે.

ખેડૂતોને રાહત

અન્ય સમાચારો પણ છે...