• Gujarati News
  • મનપાની વૃક્ષારોપણ ઝુંબેશમાં ભારત વિકાસ પરિષદ 500 રોપાનો ઉછેર કરાશે

મનપાની વૃક્ષારોપણ ઝુંબેશમાં ભારત વિકાસ પરિષદ 500 રોપાનો ઉછેર કરાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | રાજકોટમહાનગરપાલિકા દ્વારા ઘનિષ્ઠ વૃક્ષારોપણ ઝુંબેશ 2015-16ની શરૂ કરવામાં આવી છે. ઝુંબેશમાં ભારત વિકાસ પરિષદ રણછોડનગર શાખા દ્વારા 500 રોપા ઉછેરનો સંકલ્પ કરાયો છે. જે પૈકી સાર્વજનિક પ્લોટ, ઉપલાકાંઠા વિસ્તારની શાળાઓની આસપાસ રોપા વાવવામાં આવ્યા હતા. પરિષદ તરફથી 500 રોપા વાવવાની સાથે ખાતર, પાણી પીવડાવવા સહિતની કામગીરી કરવામાં આવશે. તેમ મંત્રી સુરેશભાઇ વ્યાસ, પ્રમુખ ગૌતમભાઇ પટેલ, સભ્ય કનુભાઇ બોરીચા, અમૃતભાઇ માલીએ યાદીમાં જણાવ્યું હતું.