• Gujarati News
  • એરંડા વાયદામાં કડાકો, સાઇડ તેલમાં સુસ્તી

એરંડા વાયદામાં કડાકો, સાઇડ તેલમાં સુસ્તી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિંગતેલ, ચણા, બેસન, ખાંડ બજાર સ્થિર

સૌરાષ્ટ્રમાંસાર્વત્રિક વરસાદના કારણે કોમોડિટી બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. એરંડા વાયદામાં મંદીની સર્કિટ લાગી હોય તેમ રૂ.118નો ઘટાડો થયો હતો. ખાદ્યતેલ બજારમાં સિંગતેલ સ્થિર હતું, જ્યારે સાઇડ તેલમાં સુસ્તી હતી. ચણા, બેસન, ખાંડ બજાર સ્થિર હતી.

વરસાદના પગલે કાચામાલની અાવકો સામાન્ય હતી. ખાદ્યતેલ બજારોમાં પણ લાંબી વધઘટ વગર સિંગતેલ સ્થિર રહ્યું હતું. સિંગતેલ નવા ડબ્બા રૂ.1785-1790 ઉપર સ્થિર રહ્યા હતા, જ્યારે કપાસિયા તેલ રૂ.10 ઘટી રિફાઇન ટીન 1020-1040, તેમજ 15 લિટરના ભાવ 945-955 રહ્યા હતા. અન્ય સાઇડ તેલોમાં પામોલિન રૂ.10 ઘટી 790-795, સૂર્યમુખી તેલ રૂ.10 ઘટી 1160 તથા સરસિયું પણ રૂ.10 ઘટતા ભાવ 1200 થયા હતા. મગફળી નરમ રહી હતી. મિલ ડિલિવરીમાં રાજકોટ ખાતે ભાવ 950-960 તેમજ જાડી 1150-1160 બોલાતા હતા.

દિવેલ પાછળ એરંડા વાયદોમાં કડાકો બોલી ગયો હતો. રાજકોટ સપ્ટેમ્બર એરંડા વાયદો પ્રારંભે 4010 ખુલ્યો હતો, પણ ખરીદીના અભાવે ઘટી 3916 થઇ અંતે 4000ની સપાટી નીચે સરકી રૂ.118ના ઘટાડે મંદીની સર્કિટ સાથે 3916 ઉપર બંધ આવ્યો હતો. હાજરમાં પીઠા બંધ રહ્યા હતા, જ્યારે દિવેલ રૂ.15 ગગડી 760 થયું હતું. કંડલા પામ તેમજ સોયારિફાઇન રૂ.3-4 ઘટી અનુક્રમે 469-470, તેમજ 560-561 રહ્યા હતા.