તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બેન્ક અને બજારમાં નથી જોવા મળતી 10, 50 કે 200 રૂપિયાની નવી નોટ

બેન્ક અને બજારમાં નથી જોવા મળતી 10, 50 કે 200 રૂપિયાની નવી નોટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોટબંધીલાગુ થયા બાદ 2000 અને 500ની નવી નોટ ચલણમાં આવી અને ત્યાર બાદ 200 અને 50 રૂપિયાની નવી નોટ આવી. જેને 3 માસથી વધુ સમય વીતી ગયો છે. આમ છતાં નવી નોટ બજારમાં તો જોવા નથી મળતી. તેમજ બેન્ક કે અેટીએમમાંથી પણ નથી મળતી. ઉપરાંત બેન્કમાં 10 રૂપિયાની નવી નક્કોર નોટ દિવાળીના સમયમાં પણ લોકોને મળી હતી અને લોકોને જૂની નોટથી કામ ચલાવી લેવું પડયું હતું. હાલ લગ્ન સિઝન ચાલુ છે અને નાના વ્યવહાર કે પરચૂરણ ખર્ચ માટે સામાન્ય રીતે 10ની નોટનો વપરાશ થાય છે. તેવા સમયે નવી નોટ નહીં મળતા લોકોને જૂની નોટ અથવા તો એથી મોટી નોટથી કામ ચલાવવું પડી રહ્યું છે. અેક બાજુ 10ની નવી નોટની અછત છે તેવા સમયે બેન્કમાં 10ના સિક્કા ઢગલા મોઢે પડયા છે. પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે 10ના સિક્કા રાખવા માટે બેન્કમાં પણ જગ્યા નથી. જો કે બેન્કમાંથી 20ની નોટ પૂરતા પ્રમાણમાં મળી રહી છે. જે વ્યવહારમાં અને પરચુરણ ખર્ચ માટે ઓછી વપરાય છે. આમ, એકંદરે બજારની પરિસ્થિતિ જોઈએ તો હાલમાં રૂપિયા 10,50 અને 200ની નવી નોટ કયાંય જોવા નથી મળતી કે ના તો દિવાળીમાં લોકોને નોટ મળી છે.

એટીએમનો સોફટવેર અપડેટ કરવો પડે, થોડો સમય લાગશે

^નવીચલણમાં આવેલ રૂપિયા 50ની નોટ જૂની નોટની સરખામણીએ અલગ છે. સાઈઝમાં ફેરફાર છે. તેમજ 200ની નવી નોટ પણ 100ની નોટની સાઈઝની નથી. તેના કરતા અલગ છે. એટીએમમાંથી નવી નોટ નથી મળી રહી એનું કારણ છે કે બેન્કના એટીએમના સોફટવેર અપડેટ નથી થયા. કોઈપણ ચલણમાં ફેરફાર થાય તો એટીએમમાં તેની સાઈઝના વિડ્રોલ બોક્સમાં ફેરફાર કરવો પડે અને સોફટવેર પણ અપડેટ કરવો પડે. બધી પ્રક્રિયામાં થોડો સમય લાગે. > કીર્તિસોલંકી, સિનિયરમેનેજર બીઓબી

દિવાળીમાં પણ લોકોને રૂ.10ની જૂની નોટથી ચલાવી લેવું પડ્યું હતું, લગ્ન

સિઝનમાં પણ લોકોને પૂરતા પ્રમાણમાં નથી મળતી રૂપિયા 10ની નોટ

50 રૂપિયાનીનવી નોટની લંબાઈ-66 એમએમ અને પહોળાઈ-135 એમએમ

50રૂપિયાનીજૂની નોટની લંબાઈ -73 એમએમ અને પહોળાઈ-147 અેમએમ

200રૂપિયાનીનવી નોટની લંબાઈ 66 અેમએમ અને પહોળાઈ -146અેમએમ

10ની નવી નોટ પૂરતા પ્રમાણમાં મળી નથી, સિક્કા સાચવવા માટે જગ્યા નથી

^નોટબંઘીવખતમાં બેન્ક પાસે જેટલી 10 રૂપિયાની નોટ હતી. તે આપી દિધી. હાલમાં દિવાળીના વખતથી 10ની નોટ બેન્કને પણ પૂરતા પ્રમાણમાં મળી નથી. સામે નવી નોટની ડિમાન્ડ વધારે છે. જ્યારે 10ના સિક્કા રાખવાની જગ્યા નથી. મારી બેન્કમાં કુલ 50 લાખની કિંમતના 10ના સિકકા પડયા છે. આરબીઆઈ અમારી પાસેથી લેતી નથી અને રોજ 5 થી 6 ગ્રાહકો 10ના સિક્કા લઈને આવે છે. જ્યારે અમે ખાતાધારકોને સિક્કા આપીએ છીએ તો લોકો સપષ્ટ મનાઈ કરી દે છે. માટે વધુ મુશ્કેલી પડી રહી છે. > સુરેશસિરસીકર, ચીફમેનેજર, બેન્ક ઓફ ઈન્ડિયા

10ના સિક્કા અંગે બેન્કમાં રમૂજભર્યા કિસ્સા, કાળાબજારની શંકા

હાલ10ના સિક્કા સ્વીકારવા માટે વેપારી અને ગ્રાહકો વચ્ચે થતી રકઝક સામાન્ય બની છે અને બેન્કમાં આવા કિસ્સા રોજિંદા બન્યા છે. એવામાં બેન્કમાં કયારેક રમૂજભર્યા કિસ્સા બની ગયા છે. જ્યારે કોઈ 10 રૂપિયાના 100 સિકકા બેન્કમાં જમા કરવા જાય છે. ત્યારે બેન્ક અધિકારી આટલા બધા સિક્કા હોવાનું કારણ પૂછે છે ત્યારે લોકો એવા જવાબ આપે છે કે બાળકે ગલ્લામાં બચાવીને રાખ્યા હતા. અથવા એવા પણ જવાબ આપે છે કે અગાઉના એકઠા કરેલા હતા અને હવે હાથમાં આવ્યા. જો કે બેન્ક અધિકારી બાબતે જણાવે છે કે ગલ્લામાં અથવા બચતના આટલા બધા સિક્કા એકઠા કઈ રીતે થઈ શકે. જો કે સંદર્ભે અધિકારી કાળાબજાર થતા હોવાની બાબતે શકયતા દર્શાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...